બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Stomach gas. Bad bacteria.Abdominal pain. Constipation and acidity. Small intestine. large intestine
Last Updated: 07:46 PM, 5 March 2024
Health Tips: આંતરડા આપણા શરીરનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. જેને નુકશાન થવા માટે તણાવ, ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી જવાબદાર છે. આંતરડામાં જ્યારે ખરાબ બેક્ટેરિયા વધવા લાગે ત્યારે તેનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. ખોરાકના પાચન પછી નકામા પદાર્થો આંતરડામાં એકઠા થાય છે. જે લોકોની પાચન શક્તિ નબળી હોય છે, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓ તેમને હંમેશા રહે છે.
ADVERTISEMENT
આંતરડા આપણા શરીરનું મહત્વનું અંગ છે જે આપણા નાના પેટમાં કુંડળીની જેમ વળેલા હોય છે. આંતરડા બે પ્રકારના હોય છે એક નાના આંતરડા અને બીજા મોટા આંતરડા. આપણે જે પણ ખોરાક લઇએ છીએ તેના પાચનનું કામ આંતરડા કરે છે. ખાવાનું પાચન થયા પછી વધેલો કચરો મોટા આંતરડામાં જમા થાય છે. નાનું આંતરડુ પાચન નળીનો સૌથી લાંબો ભાગ છે. પુખ્ત મનુષ્યમાં તે લગભગ 6.5 એમ લંબાઇ ધરાવે છે. નાનું આંતરડું પક્વાશય, મધ્યાંત્ર અને શોષાંત્ર જેવા ભાગો ધરાવે છે. જ્યારે મોટું આંતરડું અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષારનું શોષણ કરે છે અને મળનું નિર્માણ કરે છે. મળાશયમાંથી મળનો મળદ્વાર દ્વારા ત્યાગ થાય છે. જ્યારે આંતરડામાં નબળાઇ આવે છે ત્યારે તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. ખોરાક બરાબર ન પચવો, ઢીલું મળ અને ક્યારેક છુટક ગતિ, પેટમાં ગેસ, ભૂખ ન લાગવી, વજન ઘટનું, થાક અને નબળાઇ, પેટ ફુલવું અને પેટમાં ગડગટાડ અવાજ જેવા લક્ષણો જોવા મળે છે.
વધુ વાંચો: રોજ સવારમાં ખાલી પેટ પીઓ આ પાણી, સ્વાસ્થ્ય રહેશે હેલ્ધી અને ફિટ, જાણો સેવનની રીત
આયુર્વેદિક નિષ્ણાત ડો.પ્રતાપ ચૌહાણના જણાવ્યા અનુસાર આંતરડા આપણા શરીરનો એક મહત્વપૂર્ણ અંગ છે. જેના માટે તણાવ, ખરાબ આહાર અને બગડતી જીવનશૈલી તેના નુકશાન માટે જવાબદાર છે. આંતરડામાં રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયાની સ્થિતિને ગટ હેલ્થ કહેવાય છે... જ્યારે ખરાબ બેક્ટેરિયા આંતરડામાં વધવા લાગે છે ત્યારે આંતરડાનું સ્વાસ્થ્ય બગડવા લાગે છે. આંતરડાનું સ્વાસ્થ્ય માત્ર પાચન સુધી મર્યાદિત નથી પરંતુ તે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. આંતરડાના બગડતા સ્વાસ્થ્યને કારણે પેટની સાથે મગજ , ત્વચા, હોર્મોન્સ અને રોગપ્રતિકારક શક્તિ પણ બગડવા લાગે છે...
ADVERTISEMENT
નબળા આંતરડાના પાંચ કારણો
- આંતરડાની બળતરા
- આંતરડામાં કચરો જમા થવાથી આંતરડા પણ નબળા પડે છે અને આંતરડામાં ઇન્ફેક્શન થાય છે. કચરો અપાચ્ય ખોરાકમાંથી બને છે...
- આંતરડામાં શુષ્કતાના કારણે પણ આંતરડા નબળા પડી જાય છે
- આંતરડામાં કૃમિના કારણે થતી કબજિયાત આંતરડાને નબળી પાડે છે
- આંતરડાને પોષક તત્વો ન મળવાને કારણે આંતરડા નબળા થવા લાગે છે
આંતરડાની તંદુરસ્તી કેવી રીતે જાળવવી
વધુ પ્રોબાયોટીક્સનું સેવન કરો
આંતરડાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખાસ કરીને પ્રોબાયોટીક્સ ખોરાક લેવાથી આંતરડાની તંદુરસ્તી જળવાઇ રહે છે અને ચેપ અટકાવે છે. પ્રોબાયોટીક્સ મુખ્યત્વે ડેરી ઉત્પાદનોમાં જોવા મળે છે. દહી અને છાસ પ્રોબાયોટીક્સના ઉત્તમ સ્ત્રોત છે.
ADVERTISEMENT
વધુ પાણી પીવો
વધુ પાણી પાવો, પાચન બરાબર થશે અને આંતરડાની તંદુરસ્તી પણ સ્વસ્થ રહેશે. દરરોજ ઓછામાં ઓછું બે લિટર પાણી પાવાનું ધ્યાન રાખો.
વરિયાળી, જીરું અને ધાણાનું પાણી પીવો
રસોડામાં હાજર મસાલા આંતરડાના સ્વસ્થ્યને સુધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તમે વરિયાળી, જીરૂ અને ધાણાનું પાણી પીશો તો તમારા આંતરડાનું સ્વાસ્થ્ય સ્વસ્થ્ય રહેશે. આ પાણી બનાવવા માટે એક લીટર પાણીમાં એક ચમચી વરિયાળી, એક ચમચી જીરુ અને ધાણા નાખીને ઉકાળો. આ પાણીનો ઉકાળો એક બોટલમાં ભરી લો અને દિવસમાં ચાર વખત તેનું સેવ કરો. તમારા આંતરડાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહેશે.
ADVERTISEMENT
પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો કરો
જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે તેની અસર તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર પડે છે અને આંતરડું બગડે છે. તણાવ દૂર કરવા માટે તમારે 7-8 કલાકની ઊંઘ લેવી જોઇએ. આંતરડાના સ્વાસ્થ્ય માટે મગજનું સ્વસ્થ હોવું જરૂરી છે. તણાવ તમારા પાચનતંત્રને બગાડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.