બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consuming figs provides relief from these diseases
Last Updated: 09:14 AM, 28 February 2024
ડ્રાઈ ફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દરેક લોકો બદામ, કાજુ અને કિસમિસના ફાયદાઓ વિશે તો જાણતા જ હશે. આ બધા ખરાબ સ્વાસ્થ્યને સારું કરવાનું કામ કરે છે. આ સાથે હજુ એક ડ્રાઈ ફ્રૂટ છે, જે ખૂબ જ ગુણકારી છે. અહીં વાત અંજીરની થઈ રહી છે. અંજીર એક ફળ છે, જેનું સેવન ફળ અને ડ્રાઈ ફ્રૂટ બંને રીતે કરવામાં આવે છે. અંજીરના ઝાડ અરેબિયા, અફઘાનિસ્તાન, ઈરાન અને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ થાય છે. ભારતમાં અંજીર કશ્મીરમાં થાય છે. અંજીરના સેવનથી પિત્ત રોગ દૂર થાય છે. આ સાથે અંજીર પેટ, હ્રદય અને મગજ માટે પણ ફાયદાકારક છે.
ADVERTISEMENT

અંજીરના સેવનથી આ બીમારીઓથી રાહત મળે છે
ADVERTISEMENT
હ્રદય રોગ
અંજીરમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે હ્રદય રોગને દૂર રાખવાનું કામ કરે છે.
હાડકાં
જે જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, તે જ જગ્યાએ અંજીર સૌથી વધુ થાય છે. આ કારણે અંજીરમાં પણ ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. અંજીર હાડકાનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તે હાડકાને મજબૂત કરે છે અને સાંધાઓને સ્વસ્થ રાખે છે.
ADVERTISEMENT
બ્લડ સુગર
અંજીરમાં પોટેશિયમનું પ્રમાણ હોય છે. જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ ક્યારેક થોડા પ્રમાણમાં અંજીરનું સેવન કરી શકે છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: એક-બે નહીં, 100 બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે આ પાન, રોજ સેવન કરવાથી થશે અનેક ફાયદા
કબજિયાત
અંજીરમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો આપે છે.
ADVERTISEMENT
સફેદ ડાઘ
જે લોકોને ત્વચા પર સફેદ ડાઘ હોય, તેમણે તે ડાઘ પર અંજીરના પાનનો રસ લગાવવો જોઈએ.
વજન વધારે છે
જે લોકોનું વજન ઓછું હોય અને તેઓ તેમનો વજન વધારવા ઇચ્છતા હોય તો તેમણે 2 મહિના સુધી દરરોજ સવારે અંજીર અને વરીયાળીનું સેવન કરવું જોઈએ.
ADVERTISEMENT
આ રીતે કરો અંજીરનું સેવન
દરરોજ 2 થી 3 અંજીરને પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ઉકાળીને અડધું કરી લો. હવે આ પાણીનું સેવન કરો અને અંજીરને પણ ખાઓ. એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 2 થી 3 અંજીરનું સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.