ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know what problems are cured by using Tulsi leaves
Last Updated: 08:58 AM, 27 February 2024
ADVERTISEMENT
તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે. તુલસી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ છોડ ખૂબ જ ફાયદાકારક છે. તુલસીના પાનનો ઉપયોગ કેટલીક બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તમે તણાવથી છુટકારો મેળવવા માટે પણ તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો. જાણો તુલસીના પાનના ઉપયોગથી કઈ સમસ્યાઓ દૂર થાય છે.
ADVERTISEMENT

તુલસીના પાન અને મધ
તુલસીના પાન બાળકોની શરદી, ઉધરસ અને ગળાનો દુ:ખાવો દૂર કરવા માટે ઉપયોગી થાય છે. તમે તુલસીના પાન સાથે મધનો પણ ઉપયોગ કરી શકો છો. એક ચમચી તુલસીના પાનનાં રસમાં એક ચમચી મધ ઉમેરી તેનું સેવન કરો.
ADVERTISEMENT
તુલસીના પાનને ચાવવા જોઈએ
સ્વાસ્થ્ય નિષ્ણાંતના જણાવ્યા મુજબ તમારે ખાલી પેટ તુલસીના પાન ચાવવા જોઈએ. દરરોજ 2 થી 3 વાર આવું કરો. દરરોજ નિયમિત રીતે આવું કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થશે.

ADVERTISEMENT
તુલસીની ચાનું સેવન કરો
તમે તુલસીના પાનની ચા બનાવી શકો છો. તમે દૂધવાળી ચામાં પણ તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો અને હર્બલ ટી માટે પણ તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો.
તુલસીના પાનનો ઉકાળો
સ્વાસ્થ્ય માટે તુલસી ખૂબ જ ફાયદાકારક છે. તમે તુલસીના પાનનો ઉકાળો બનાવી તેનું સેવન કરી શકો છો. તુલસીના પાનનો ઉકાળો બનાવવા માટે 1 કપ પાણીમાં 10-12 તુલસીના પાન અને થોડું આદું છીણી ઉમેરો. હવે આ પાણીને 5-7 મિનિટ સુધી ઉકાળો. હવે તમારો ઉકાળો તૈયાર છે.
ADVERTISEMENT

વાંચવા જેવું: ક્રિતિ સેનન, રકુલ પ્રીતથી લઇને અનેક એક્ટ્રેસ ડ્રીંક કરે છે આ સ્પેશ્યલ કૉફી, રહેશો ફીટ અને હેલ્ધી
ADVERTISEMENT
તુલસીના પાનનું જ્યુસ
ગળાનો દુ:ખાવો અને પેટમાં થતો દુ:ખાવો દૂર કરવા માટે તુલસીના પાનના જ્યુસનું સેવન કરવું જોઈએ. આ જ્યુસ બનાવવા માટે તમે 10 થી 12 પાન લો. આ પાનને પીસી તેનો રસ કાઢો. હવે આ રસને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી લો. આ જ્યુસના સેવનથી પેટની સમસ્યાઓ દૂર થાય છે અને વજન પણ ઓછું થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ