બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ghee coffee health benefits kriti sanon rakul preet singh drinks bulletproof coffee benefits

સ્વાસ્થ્ય / ક્રિતિ સેનન, રકુલ પ્રીતથી લઇને અનેક એક્ટ્રેસ ડ્રીંક કરે છે આ સ્પેશ્યલ કૉફી, રહેશો ફીટ અને હેલ્ધી

Vikram Mehta

Last Updated: 10:06 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહીંયા અમે તમને ક્રિતિ સેનન, રકુલ પ્રીત સિંહ, શિલ્પા શેટ્ટી સહિત અન્ય બોલિવુડ એક્ટ્રેસની ફેવરિટ કોફી વિશે જણાવી રહ્યા છે. આ કોફીનું સેવન કરવાથી હેલ્થને અનેક ફાયદા થઈ શકે છે.

મોટાભાગના લોકો સેલેબ્સ પાસેથી સ્ટાઈલની સાથે સાથે ફિટનેસ માટે પણ પ્રેરણા લે છે. બોલિવુડ એક્ટ્રેસ ફિટ રહેવા માટે કઈ કસરત કરે છે, શું ખાય છે અને શું રૂટીન ફોલો કરે છે, તે તમામ લોકો જાણવા માંગતા હોય છે. અહીંયા અમે તમને ક્રિતિ સેનન, રકુલ પ્રીત સિંહ, શિલ્પા શેટ્ટી સહિત અન્ય બોલિવુડ એક્ટ્રેસની ફેવરિટ કોફી વિશે જણાવી રહ્યા છે. આ કોફીનું સેવન કરવાથી હેલ્થને અનેક ફાયદા થઈ શકે છે. 

ક્રિતિ સેનન, રકુલ પ્રીત સિંહ, શિલ્પા શેટ્ટી સહિત અન્ય બોલિવુડ એક્ટ્રેસ બુલેટકોફી પીને દિવસની શરૂઆત કરે છે. જેને સામાન્ય ભાષામાં ઘીવાળી કોફી પણ કહેવામાં આવે છે. ઘીવાળી કોફી પીવાથી શરીરને અનેક લાભ થાય છે, જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

એનર્જી બૂસ્ટ થાય છે
ઘીમાં હેલ્ધી ફેટ હોય છે, જે શરીરમાં ધીમે ધીમે પચે છે. જેથી આખો દિવસ એનર્જેટીક ફીલ થાય છે. સવારે ઘીવાળી કોફી પીવાથી આખો દિવસ શુગર ક્રેવિંગ થતી નથી. 

ગટ હેલ્ધી રહે છે
ઘીમાં ભરપૂર માત્રામાં બ્યૂટિરિક એસિડ રહેલું છે, જે ગટ હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘીવાળી કોફી પીવાથી આંતરડામાં રહેલ ગુડ બેક્ટેરિયામાં વૃદ્ધિ થાય છે, જેથી પાચન સારી રીતે થાય છે. અપચો, કબજિયાત, ગેસ, એસિડિટી તથા અન્ય સમસ્યાથી રાહત મળે છે. 

વેઈટ મેનેજ
ઘીમાં રહેલ હેલ્ધી ફેટથી પાચન ધીમું થાય છે અને આખો દિવસ પેટ ભરેલું રહે છે. જેથી તમે ઓવરઈટિંગથી બચી શકો છો. જેથી વજન સંતુલિત રહે છે. 

મહિલાઓ માટે ફાયદાકારક
ઘીવાળી કોફી પીવાથી મહિલાઓમાં હોર્મોન સંતુલિત રહે છે. તણાવ ઓછો થાય છે અને ડિપ્રેશનથી રાહત મળે છે. 

બુલેટકોફી બનાવવાની રીત

  • બુલેટકોફી બનાવવા માટે એક ગ્લાસ પાણી ઉકાળો.
  • હવે તે પાણીમાં 1 ચમચી કોફી પાઉડર નાખીને હલવી દો. 
  • હવે તેમાં એક ચમચી ઘી નાખો અને સારી રીતે મિશ્ર કરી દો. 
  • હવે તમારી બુલેટકોફી તૈયાર છે, આ કોફીનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. 

વધુ વાંચો: હેલ્થ માટે વધારે હેલ્ધી છે કાળા રંગના દેખાતા આ 4 ફૂડ્સ, ફાયદા જાણી ખુશ થઇ જશો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bulletproof coffee bulletproof coffee benefits ghee coffee ghee coffee benefits health news in Gujarati કૃતિ સેનન ફિટનેસ ઘી કોફી બુલેટકોફી બુલેટકોફી બેનેફિટસ Healthcare
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ