બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / conspiracy theorists claim mayan calendar world will end on june 21

દાવો / 21મી જૂને આ દુનિયાનો અંત આવી જશે ? જાણો શું છે આ થીયરી જેને સાંભળી ફફડી રહ્યા છે લોકો

Parth

Last Updated: 05:35 PM, 13 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2020માં દુનિયામાં ઘણી વિનાશકારી ઘટનાઓ ઘટી છે એમાય કોરોના વાયરસ તો મોતનો તાંડવ કરી રહ્યું છે. એવામાં ઇન્ટરનેટ પર ફરીવાર પૃથ્વીનો સર્વનાશ થઇ જશે તેવી ચર્ચાઓ થઇ રહી છે. એક વૈજ્ઞાનિકના ટ્વીટ બાદ પૃથ્વીના સર્વનાશની વિવિધ થીયરી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. જોકે નાસાએ તેના પર મોટું નિવેદન પણ આપ્યું છે.

  • પૃથ્વીના સર્વનાશની ચારેબાજુ ચર્ચા 
  • વૈજ્ઞનિકોના દાવા અનુસાર હજુ આપણે વર્ષ 2012માં જ છે 
  • 21મી જૂને દુનિયાનો અંત આવે તેવા દાવાઓ થઇ રહ્યા છે વાયરલ 

21મી જૂને ખતમ થઇ જશે દુનિયા ! 

દક્ષીણ અમેરિકામાં ઉપયોગમાં લેવામાં આવતું માયા કેલેન્ડર પાછલા કેટલાક વર્ષોથી દુનિયાભરમાં ચાલી રહેલા દાવાઓ સાથે જોડાયેલું છે. હવે કહેવામાં આવી રહ્યું છે કે 21મી જૂને દુનિયા ખતમ થઇ જશે. દાવા બાદ લોકો અત્યંત ભયભીત થઇ ગયા છે અને ઇન્ટરનેટ પર અફવાઓ શરુ થઇ ગઈ છે.  

21 જૂન 2020 ખરેખર 21 ડિસેમ્બર 2012 છે ? 

ગ્રેગોરીયન કેલેન્ડર વર્ષ 1582 માં અમલમાં આવ્યું હતું. તે સમયે વર્ષમાંથી 11 દિવસ ઘટી ગયા હતા. જે પરથી કેટલાંક લોકોનો દાવો છે કે આપણે વર્ષ 2012 માં હોવા જોઈએ. આ જ સંદર્ભમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પાઓલોએ ટ્વીટ કરીને દાવાને બળ આપ્યું છે. લોકો કહી રહ્યા છે કે 21 જૂન 2020 ખરેખર 21 ડિસેમ્બર 2012 છે. 

ટેકનીકલ રૂપથી અત્યારે વર્ષ 2012 ચાલી રહ્યો છે

નોંધનીય છે કે વર્ષ 2012માં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો  21 ડિસેમ્બરના રોજ વિશ્વનો સર્વનાશ થઇ જશે. જે બાદ દુનિયાભરઆ હાહાકાર મચી ગયો હતો જોકે તેવું થયું નહીં. હવે કહેવામાં આવી રહ્યું છે કે ખરેખર તો અત્યારે જ વર્ષ 2012 ચાલી રહ્યો છે. વૈજ્ઞાનિક પાઓલોનું માનવું છે કે ટેકનીકલ રૂપથી અત્યારે વર્ષ 2012 ચાલી રહ્યો છે કારણ કે ગ્રેગોરીયન કેલેન્ડરમાં એક વર્ષમાં 11 દિવસનું નુકસાન થયું અને તે અનુસાર 268 વર્ષમાં 8 વર્ષનું નુકસાન થયું અને અત્યારે વર્ષ 2012ને આઠ વર્ષ પૂરા થયા. 

વર્ષ 2020માં થઇ વિનાશકારી ઘટના 

હવે આ દાવાને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી રહ્યું છે કે જૂન મહિનાની 21મી તારીખે આ વિશ્વનો સર્વનાશ થઇ જશે. નોંધનીય છે કે આ જ વર્ષમાં પહેલા તો કોરોના વાયરસ મહામારી આવી, જંગલોમાં આગ લાગવી અને તીડનો હુમલો થયો.  જોકે હજુ તો અડધા વર્ષની વિનાશલીલા બાકી છે. જોકે નાસાએ કહ્યું છે કે આ દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, આવા દાવા માત્ર ફિલ્મો અને ઇન્ટરનેટ પર આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

21 june 21 જૂન Conspiracy mayan calendar world end માયા કેલેન્ડર Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ