ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / conjunction of sun saturn and mercury negative impact on aries and these 3 zodiac sign according to astrology

ધર્મ / જો તમારી પણ છે આ રાશિ, તો થઇ જજો સતર્ક, આ તારીખથી બુધ ગ્રહ કરશે ગોચર, આવશે મુશ્કેલી

Published By: Arohi

Last Updated: 09:12 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Grah Gochar Negative Impact: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે માર્ચ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ અમુક ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન કરવાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં અમુક ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરશે. ગ્રહોના આ રાશિ પરિવર્તન કરવાનો પ્રભાવ બધી 12 રાશિઓ પર જોવા મળશે. એવામાં અમુક રાશિના લોકોને તેનુ શુભ પરિણામ જોવા મળશે અને અમુક રાશિના લોકો માટે ગ્રહોનું આ પરિવર્તન શુભ નહીં રહે. 

30 વર્ષ બાદ આ ગ્રહ બનાવી રહ્યા છે યુતિ 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 વર્ષના લાંબા સમય બાદ સૂર્ય, શનિ અને બુધ ગ્રહ એક સાથે એક જ રાશિમાં આવશે. આ 3 ગ્રહોની યુતિની અસર બધી 12 રાશિઓ પર જોવા મળશે. 

આ રાશિના લોકોને થશે ફાયદો 
સૂર્ય, શનિ અને બુધ ગ્રહ એક જ રાશિમાં આવવાથી અમુક રાશિના જાતકોને આર્થિક અને નોકરીના ક્ષેત્રમાં ફાયદો પ્રાપ્ત થશે. તેના ઉપરાંત અમુક રાશિના લોકોને આ સમયે સાવધાન રહેવાની પણ જરૂર છે. 

કઈ રાશિના લોકોને રહેવું પડશે સાવધાન? 
માર્ચના મહિનામાં થતા ગ્રહોના આ રાશિ પરિવર્તનથી 4 રાશિના લોકોને થોડુ સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિના લોકોને આ સમયે ફાયદો થશે. પરંતુ નુકસાન થવાનો પણ ખતરો વધારે છે. 

મેષ 
મેષ રાશિના જાતકોને સરકારી કાર્યોમાં સફળતા મળશે. પરંતુ આર્થિક મામલામાં હાનિ પહોંચી શકે છે. માટે આ સમયે આ રાશિના લોકોને સંભાળીને રહેવાની જરૂર છે. 

વૃષભ 
વૃષભ રાશિના જાતકોને ગ્રહોના આ ગોચર વખતે વ્યાપારના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. પરંતુ સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો. કોઈ મોટી બીમારીની જાણકારી મળી શકે છે. 

કર્ક 
સૂર્ય, શનિ અને બુધ ગ્રહના આ ગોચર વખતે સતર્ક રહેવાની જરૂર છે. કર્ક રાશિના જાતકોને કોઈ મોટી ઈજા પહોંચી શકે છે. 

વધુ વાંચો: તમારો આજનો દિવસ કેવો જશે? કઈ રાશિના જાતકોને ડરવા જેવું, જુઓ રાશિ ભવિષ્ય

સિંહ 
સૂર્ય, શનિ અને બુધ ગ્રહના ગોચરથી સિંહ રાશિના જાતકોનું વૈવાહિક જીવન સ્ટ્રેસમાં રહેશે. આ સમયે પોતાના જીવનસાથીની વાત સાંભળવી તમારા માટે ખૂબ જ જરૂરી રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Grah Gochar Mercury negative impact  zodiac sign ગ્રહ ગોચર budh gochar 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ