બ્રેકિંગ ન્યુઝ
પાસ થયા આ 3 પ્રસ્તાવ
ADVERTISEMENT
બેઠક બાદ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે CWC બેઠકમાં 3 પ્રસ્તાવ પારિત કરાયા છે. પહેલા પ્રસ્તાવમાં રાહુલ ગાંધીએ પાર્ટીને સારું નેતૃત્વ આપ્યું. તેઓએ વેપારીઓ, ખેડૂતો, મજૂરો, દલિત, મહિલાઓ અને આદિવાસીઓ માટે અવાજ ઉઠાવ્યો. બેઠકમાં તેમને અધ્યક્ષ બનવાનું સૂચન કરવામાં આવ્યું પણ તેઓએ ના પાડી.
બીજા પ્રસ્તાવમાં સીડબલ્યૂસીના યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનવાની રજૂઆત કરવામાં આવી. નવા પાર્ટી અધ્યક્ષ ન નિમાય ત્યાં સુધી તેઓ અધ્યક્ષ પદે રહેશે તેમ નિર્ણય લેવાયો. ત્રીજા પ્રસ્તાવમાં જમ્મૂ- કાશ્મીરને લઈને પાસ કરવામાં આવ્યો. જેમાં રાજ્યની હાલની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
#Delhi: Former Prime Minister Manmohan Singh & Congress leaders AK Antony, Mallikarjun Kharge and Jyotiraditya Scindia arrive at All India Congress Committee (AICC) office for Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/0SZn3QlXi1
— ANI (@ANI) August 10, 2019
ADVERTISEMENT
શનિવારે સાંજે CWCની બેઠક યોજાઈ જેમાં યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એંટની સહિત અનેક નેતા હાજર રહ્યા. બેઠકમાં રાહુલ ગાંધી મોડા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને સાથે પીએમ મોદી અને સરકારને પારદર્શિતાની સાથે દેશને રજૂઆત કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. CWCએ નક્કી કર્યું કે તેઓ સંપૂર્ણ દેશમાં કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે અને તેને 5 ગ્રૂપ્સમાં વહેંચી દેવામાં આવ્યું છે.
#Delhi: UPA Chairperson Sonia Gandhi and Priyanka Gandhi Vadra arrive at All India Congress Committee (AICC) office for Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/iTKsqHtTaP
— ANI (@ANI) August 10, 2019
ADVERTISEMENT
નોર્થ ઇસ્ટ ગ્રૂપમાં અહેમદ પટેલ, અંબિકા સોની, અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત છે. ઇસ્ટર્ન ગ્રૂપમાં કેસી વેણુગોપાલ, તરુણ ગોગોઈ અને કુમાર શૈલજા નિમવામાં આવ્યા છે. નોર્થ ગ્રૂપમાં પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને પી ચિદમ્બરમ પણ સામેલ છે. પશ્ચિમ સમૂહમાં ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, એકે એંટની અને મોતીલાલ વોહરા છે. તો દક્ષિણમાં મનમોહન સિંહ, આનંદ શર્મા અને મુકુલ વાસનિકનું નામ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.