બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Politics / congress was my past i do not want to waste my time on my past says jyotiraditya scindia

રિએક્શન / કોંગ્રેસ મારો ભૂતકાળ છે અને ભૂતકાળ પર હું મારો સમય બરબાદ કરવા માગતો નથી, સિંધિયાનું મોટું નિવેદન

Pravin

Last Updated: 03:41 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ રાજ્યોમાં કોંગ્રેસની ભૂંડી હાર થતાં કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનને લઈને કકડાટ વધી રહ્યો છે. જો કે, એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા એવા હાલના મોદીના સરકારના મંત્રીએ કોંગ્રેસની આવી સ્થિતિમાં પર કંઈ નહીં બોલવામાં ભલાઈ સમજી હતી.

  • પાંચ રાજ્યોમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન
  • કોંગ્રેસમાં ચાલી રહ્યું છે મંથન
  • જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહી આ વાત

હાલમાં સંપન્ન થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને જ્યારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે વાત કરવામાં આવી તો, તેમણે કોઈ રિએક્શન આપવાની ના પાડી દીધી હતી. કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ મારો ભૂતકાળ છે, અને હું મારા ભૂતકાળ પર સમય બરબાદ કરવા માગતો નથી. પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લા 7 વર્ષમનાં એક જનકેન્દ્રીત સરકાર બનાવી છે. અમને વિશ્વાસ છે કે, અમે 2023માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બનાવીશું. દેશની જનતાએ એક ઐતિહાસિક પરિણામ ડબલ એન્જીનની સરકારને આપ્યું છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહીં પણ કહેવાની ના પાડી

જ્યોતિરાદિત્ય સિંધિયાનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગ સતત ઉઠી રહી છે. હાલમાં જ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક થઈ હતી. આશા હતી કે, કોંગ્રેસના નેતૃત્વને લઈને કોઈ મોટી જાહેરાત થઈ શકે. તો વળી બીજી બાજૂ કોંગ્રેસના ટોચના નેતાઓએ આગ્રહ કર્યો છે કે, પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણી પુરી થાય ત્યાં સુધી તેઓ અધ્યક્ષ બન્યા રહે.

કોંગ્રેસમાં મહામંથન

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર સીડબ્લ્યૂસીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો કે, સંસદનું બજેટ ખતમ થતાં જ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે. જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની શીર્ષ નીતિ નિર્ધારક સમિતિની બેઠક પાર્ટી કાર્યલાયમાં લગભગ પાંચ કલાકથી પણ વધારે ચાલી હતી. 

બજેટ સત્ર બાદ ચિંતન શિબિર થશે

બેઠક બાદ વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ લોકોએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને આગ્રહ કર્યો છે કે, તે પાર્ટીને મજબૂત બનાવવા માટે જરૂરી ફેરફારો કરે. તેમણે જણાવ્યું કે, સંસદના બજેટ સત્ર બાદ ચિંતિન શિબિરનું આયોજન કરવામાં આવશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે કે, દરેક નેતાએ સોનિયા ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તથા સંગઠનની ચૂંટણી થાય ત્યાં સુધી અધ્યક્ષનો કારભાર સંભાળી રાખે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ