ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / congress oppose bjp for road repairing issue in rajkot gujarat

વિરોધ / કોંગ્રેસમાં સંચારઃ રાજકોટમાં રોડ મામલે રસ્તા ઉપર આવી, લોકો પણ સાથે જોડાયા

Published By: Gayatri

Last Updated: 04:09 PM, 14 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ રૂપાણીના રાજકોટથી કોંગ્રેસ હરકતમાં આવી રહી છે. બિસ્માર રસ્તાને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના કોર્પોરેટરોએ હેલ્મેટ પહેરી અને વિરોધ કર્યો. અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે વિરોધ પ્રદર્શનને લઇ કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

ADVERTISEMENT

  • બિસ્માર રોડ રસ્તાનો કોંગી કોર્પોરેટરોએ કર્યો ઉગ્ર વિરોધ
  • હેલમેટ પહેર્યા હવન કર્યા અને છેલ્લે કિચડમાં આરોટ્યા
  • પોલીસે કરી કોંગી કોર્પોરેટ અને કાર્યકર્તાઓની અટકાયત

રાજકોટમાં ખરાબ રોડ-રસ્તાને લઇ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરોએ હેલ્મેટ પહેરી અને હવન કર્યું. ત્યાર બાદ રસ્તા પરના ખાડામં આળોટીને વિરોધ કર્યો હતો. મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી. ત્યારે વિરોધ પ્રદર્શનને લઇ પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઇ હતી. રૂપાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. 

પોલીસે તડજોડ કરવાની કરી કોશિશ

ત્રણ કલાક સુધી રસ્તા ચક્કાજામ રહ્યા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કોંગી કાર્યકર્તાઓ તેમજ કોર્પોરેટરને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ વિરોધ ઉગ્ર બન્યો હતો અને સામાન્ય જનતા પણ તેના વિરોધમાં જોડાઈ જતા પોલીસે પાછી પાની કરી હતી અને કોંગ્રેસી કાર્યકર્તા અને કોર્પોરેટરની અટકાયત કરી હતી. 

આવેદન આપવા છતાં તંત્ર નથી આપતુ ધ્યાનઃ સ્થાનિક 

આ મુદ્દે સ્થાનિકોનો પણ તંત્ર ઉપર આક્રોશ જોવા મળ્યો હતો તે પણ આ રસ્તા રોકો આંદોલનમાં જોડાઈ ગયા હતા. મહિલા પણ વિરોધના સૂર પુરાવી રોડ ઉપર ઉતરી આવી હતી. સ્થાનીકોનું કહેવું હતુ કે, હેલમેટ પહેરીને સાધન ચલાવો પાછળનો હોર્ન સંભળાય તો ખાડામાં પડો. મચ્છર પણ એટલા થાય છે. રસ્તાની આવી બિસ્માર હાલત છતાં અને વારંવાર આવેદન પત્રો આપવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP CM Vijay Rupani congress gujarat rajkot કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ બીજેપી Opposition

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ