બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / '12 વાગ્યા સુધી હોવા જોઈએ ગરબા', સાંસદે વિરોધ કરતાં હર્ષ સંઘવીની તડાફડી, કોણ શું બોલ્યું
Last Updated: 12:32 PM, 4 October 2024
ગુરૂવારથી નવલા નોરતાની સમગ્ર ગુજરાતમાં શરૂઆત થઈ છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સવાર સુધી ગરબા રમવાની છૂટ પર રાજનીતિ શરૂ કરી છે. જેને લઈ બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ગરબાની છૂટ પર સવાલ ઉઠાવ્યા છે. તેમજ રાજ્યમાં 12 વાગ્યા સુધી ગરબા હોવા જોઈએ. તેમજ ગૃહ વિભાગ દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા સક્ષમ ન હોવાથી સવાર સુધી ગરબાની છૂટ અપાઈ છે. ત્યારે વિપક્ષનાં વિરોધને લઈ ગૃહરાજ્યમંત્રીએ પ્રહાર કર્યો હતો.
ADVERTISEMENT
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું નિવેદન આપ્યું
ADVERTISEMENT
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી એમાં અમુક લોકોને પેટમાં દુઃખવા લાગ્યું છે. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવાની વ્યવસ્થા કર હતી. તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી કે, સંસ્કૃતિને અનુરૂપ ગરબા મહોત્સવ ઉજવી. તેમજ ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમી ઘરે જાય ત્યારે એક પણ હોટેલ બંધ નહીં હોય.
GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪ નો પ્રારંભ
ગુજરાતની નવરાત્રી વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. રાજ્યના પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડી મહિલાઓને રોજગારી આપવા ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ સખી મંડળની મહિલાઓ માટે સરસમેળાનું આયોજન કરે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે ‘વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪’માં ગુજરાત ટૂરિઝમ દ્વારા સરસ મેળા થીમ આધારીત પેવિલિયન બનાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT