બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Congress leaders damage control an action plan is ready to prevent any leader from joining the BJP

ઇલેક્શન 2022 / તૂટતી કોંગ્રેસને બચાવવા નેતાઓએ હાથ ધર્યું જબરદસ્ત ડેમેજ કંટ્રોલ, કોઈ નેતા ભાજપમાં ન જાય તે માટે એક્શન પ્લાન તૈયાર

Kishor

Last Updated: 08:13 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે જબદસ્ત ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. જે અંગેની બેઠકમાં રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે હવે હવે કોઈ MLA પાર્ટી નહિ છોડે.

  • કોંગ્રેસે જબદસ્ત ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું 
  • ભાજપનું સંગઠન હચમચી ગયું :  જગદીશ ઠાકોર
  • હવે કોઈ MLA પાર્ટી નહિ છોડે : રામકિશન ઓઝા 

તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ગઇકાલે આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવતા નેતા મોહન રાઠવા પણ ભાજપના રંગે રંગાયા છે. હવે તાલાળાના કોંગ્રેસના સીટિંગ MLA ભગવાન બારડે પણ કેસરીયો ધારણ કરી લેતા કોંગ્રેસમાં એક સાંધે ત્યા તેર તૂટે તેવી સ્થિતિ જન્મી છે. જેને લઇને કોંગી નેતાઑ જાગ્યા છે અને કોંગ્રેસે જબદસ્ત ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. જેમાં બેઠક યોજી હતી જે દરમિયાન ચારેય ઝોનના સહપ્રભારી ઉપસ્થિત રહ્યા હતા. 

તાલાળા બેઠક પર ભગા બારડ સામે કોંગ્રેસ બારડ પરિવારમાંથી ટિકિટ આપી શકે છે!
બેઠકમાં સૌરાષ્ટ્રના પ્રભારી રામકિશન ઓઝા, દક્ષિણ ગુજરાતના પ્રભારી બી.એમ સંદીપ, મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ અને ઉત્તર ગુજરાતના પ્રભારી વિરેન્દ્રસિંહ સહીતના હાજર રહ્યા હતા. આ દરમિયાન સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાએ  મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કાલ સાંજ સુધીમાં કોંગ્રેસના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર થઈ શકે છે.  જેમાં હવે કોઈ MLA પાર્ટી નહિ છોડે તેવું પણ રામકિશન ઓઝાએ કહ્યું હતું. બીજી બાજુ તાલાળાના કોંગ્રેસના સીટિંગ MLA ભગવાન બારડ આજે ભાજપમાં જોડાતા હવે આ તાલાળા બેઠક પર ભગા બારડ સામે કોંગ્રેસ બારડ પરિવારમાંથી ટિકિટ આપી શકે છે. તેવા પ્રભારી રામકિશન ઓઝાએ સંકેત આપ્યા હતા. 
 
ભાજપની યાદી જાહેર થયા બાદ ભાજપમાં ભળકો થશે :જગદીશ ઠાકોર
વધુમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.  તેમણે કહ્યું કે ભાજપ પહેલા જ દિવસથી કોંગ્રેસને તોડી ચૂંટણી લાડવા માંગતું હતું. ચૂંટણી નજીક આવે છે તેમ કોંગ્રેસના લોકોને લઇ જઇ રહ્યા છે. ચુંટણી અગાઉ ભાજપનું સંગઠન હચમચી ગયું છે. ભાજપની યાદી જાહેર થયા બાદ ભાજપમાં ભળકો થશે. એટલે હવે કોંગ્રેસ ભાજપની સામે રણનીતિ બનાવી રહ્યું છે.  જેમને વ્યક્તિગત પ્રશ્નો હોય એમને પણ હું મળી રહ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે જે કંઈ પણ થાય કોંગ્રેસ તેની બીજી યાદીમાં વિલંબ નહિ કરીએ. કોંગ્રેસમાંથી ગયા છે એ પૈકી કેટલાકની ભાજપમાંથી ટિકિટ કપાય રહી છે. અમે ભાજપમાંથી આવનારને સીધી રીતે ટિકિટ નહિ અપીએ. ટિકિટ અંગે કાર્યકરોને પૂછીને નિર્ણય લેવામાં આવશે. તેમ અંતમાં જગદીશ ઠાકોરએ ઉમેર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ