gandhinagar news : કોંગ્રેસ પ્રવક્તા ડો મનીષ દોશીએ કરાર આધારિત ભરતી અંગે જણાવ્યું કે, કોવિડ બાદ પણ સરકાર કંઈ શીખવા માંગતી નથી
કોંગ્રેસ નેતા ડો મનીષ દોશીનું કરાર આધારિત ભરતી અંગે નિવેદન
'કોવિડ બાદ પણ સરકાર કંઈ શીખવા નથી માંગતી'
'ગુજરાતના યુવાઓને કાયમી નોકરી મળવી જોઈએ'
શિક્ષણ બાદ આરોગ્યમાં પણ સહાયક પ્રથાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આરોગ્ય વિભાગમાં 998 ભરતીઓ કોન્ટ્રાક્ટ આધારિત થવાની છે. કાયમી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી થશે, જેમાં આઉટસોર્સિંગ અને ફીક્સ પેના બદલે હવે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી થશે. મલ્ટી પર્પઝ વર્કરની ભરતી અગાઉ ફિક્સ પે આધારિત કરવાની હતી જે હવે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં ફેરવી દેવાઈ છે. અત્રે જણાવીએ કે, આરોગ્ય વિભાગે ઠરાવ કરી કરાર આધારિત ભરતીની જાહેરાત કરી છે.
મનીષ દોશીનું કરાર આધારિત ભરતી અંગે નિવેદન
કોંગ્રેસ પ્રવક્તા ડો મનીષ દોશીએ કરાર આધારિત ભરતી અંગે જણાવ્યું કે, જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ પ્રથાને રદ કરવા આંદોલન ચાલી રહ્યું છે અને શિક્ષણ બાદ આરોગ્યમાં પણ 998 કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. કોવિડ બાદ પણ સરકાર કંઈ શીખવા માંગતી નથી. ગુજરાતના યુવાઓને કાયમી નોકરી મળવી જોઈએ.
આરોગ્ય કર્મચારી મહાસંઘના નવા પ્રમુખની વરણી
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની ગાંધીનગરમાં બેઠક મળી છે. જેમાં આરોગ્ય કર્મચારી મહાસંઘના નવા પ્રમુખની વરણી કરાઈ છે. રણજીતસિંહ મોરીની બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. અત્રે જણાવીએ કે, ભ્રષ્ટાચારના આરોપ બાદ પ્રમુખ રણજીતસિંહને પ્રમુખપદેથી દૂર કરાયા હતા. વરણી બાદ પ્રમુખ રણજીતસિંહ મોરીનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આજે અનિવાર્ય સંજોગોમાં ખાસ સમાન્ય સભા બોલાવી હતી. આગાઉ 19 દિવસ પૂર્વે સાધારણ સભાની જાહેરાત કરી હતી. સર્વાનુમતે પ્રમુખ તરીકે મને બિનહરીફ જાહેર કર્યા છે. તેમણે ઉમેર્યું કે, મહામંત્રી તરીકે કલ્પના બેન પટેલની જાહેરાત કરાઈ છે. તેમજ મુખ્ય કન્વીનર તરીકે સંજય સિંહ રાઉલની નિમણુક કરવામાં આવી છે.
'ગ્રેડ પે સુધારવા પણ મંડળ માંગણી કરશે'
રણજીતસિંહ મોરી જણાવ્યું કે, મહાસંઘમાં 33 જિલ્લાના પંચાયત હસ્તકના હોદ્દેદારો છે. આગાઉ મારા ઉપર આક્ષેપ થયા હતા. મારી ઉપરના આરોપો નકારી કર્મચારીઓએ 3 વર્ષ સેવા સોંપી છે. તેમણે કહ્યું કે, સરકાર સામે પરીક્ષા રદ કરવાની માંગણી કરીશું. સરકાર સામે પડતર માંગણી કરશું તેમજ ટેકનિકલ ગ્રેડ પે સુધારવા પણ મંડળ માંગણી કરશે. તેમણે જણાવ્યું કે, માંગણીઓ સામે સરકારે 2022 કમિટી બનાવી છે. સરકાર અમારી માંગણી નહી સંતોષે તો આંદોલન કરીશું.