બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / રાજકોટ / Congress leader allegation BJP makes allegations suppress voice Kshatriya community

લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસ નેતાના આરોપ, 'ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપ ખોટા આક્ષેપો કરે છે'

Ajit Jadeja

Last Updated: 01:50 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના લોકસભા ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર કર્યો વળતો પ્રહાર, 'ભાજપ સમાજ-સમાજ વચ્ચે ભાગલા પાડી રાજકારણ કરે છે'

ક્ષત્રિય સમાજ ના માન સન્માનની લડતને ભાજપના નેતા પ્રશાંત કોરાટે કોંગ્રેસ પ્રેરિત હોવાનું નિવેદન આપતા ક્ષત્રિયોમાં રોષ વધુ ભભૂક્યો છે. વિરોધ અંગે ભાજપ નેતા પ્રશાંત કોરાટ એ કોંગ્રેસ પર કરેલા આક્ષેપ અંગે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ વળતો પ્રહાર કર્યો છે. લલિત વસોયાએ જણાવ્યું હતું કે પ્રશાંત કોરાટે કરેલ નિવેદન શરમજનક છે. ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપે કોંગ્રેસ પર ખોટો આક્ષેપ કર્યો છે.  ભાજપ સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડી રાજનીતિ કરે છે. પરષોત્તમ રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે.

લલીત વસોયાએ ભાજપને આપ્યો જવાબ

પરષોત્તમ રુપાલાએ કરેલા બફાટ સામે ક્ષત્રિયો માન સન્માનને લઇ લડાયક બન્યા છે. ત્યારે ભાજપના વધુ એક નેતાએ કરેલી ટિપ્પણીને લઇ ક્ષત્રિયોમાં રોષ બેવડાયો છે. તો બીજી તરફ આ લડતમાં ભાજપ નેતાએ કોંગ્રેસનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે વળતો ભાજપ પર પ્રહાર કર્યો છે. ક્ષત્રિય સમાજના વિરોધ અંગે ભાજપના નેતા પ્રશાંત કોરાટ એ કોંગ્રેસ પર કરેલા આક્ષેપનો કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર લલિત વસોયા એ ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યુ કે, 'ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા ભાજપ ખોટા આક્ષેપો કરે છે'. ભાજપ સમાજ-સમાજ વચ્ચે ભાગલા પાડી રાજકારણ કરે છે. પરષોત્તમ રૂપાલાએ ઇરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. કોંગ્રેસ નહીં ભાજપના આગેવાનોએ સમાજમાં ભાગલા પાડ્યા છે.

 

શું કહ્યુ હતું પ્રશાંત કોરાટે

પ્રશાંત કોરાટે ક્ષત્રિય આંદોલનના મુદ્દે કહ્યું કે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. કોરાટ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ છે. તેમની આ ટિપ્પણીથી ક્ષત્રિયોમાં આક્રોશ વધુ પ્રસર્યો છે.પ્રશાંત કોરાટે આરોપ લગાવતાં કહ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે. કોરાટે કહ્યું કે બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓનું ષડયંત્ર છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024 / પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટા ફેરફાર, રૂપાણી જૂથની થઈ એન્ટ્રી

શું હતો સમગ્ર વિવાદ?

રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલી ટિપ્પણી ભારે પડી રહી છે. રૂપાલાએ એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે તેમજ બહેન દિકરીઓ અંગે કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયા છે અને ગુજરાતના ગામડે ગામડે ક્ષત્રિયોએ લડતના મંડાણ કરી રૂપાલાને હટાવવાની માંગ કરી છે. રૂપાલાએ સમાજની માંફી માગી છે પરંતુ ક્ષત્રિયોનું કહેવું છે કે બહેન દિકરીઓ પર કરેલી ટિપ્પણી માફ કરી શકાય તેવી નથી. ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરવી જોઇએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ