બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Politics / Congress CM said in front of PM Modi- We have to move forward like Gujarat

નિવેદન / કોંગ્રેસના CMએ PM મોદીની સામે કહ્યું- અમારે ગુજરાતની જેમ આગળ વધવું છે, સાબરમતી રિવર જેવો વિકાસ કરવો છે

Priyakant

Last Updated: 12:51 PM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi in Telangana Latest News: PM મોદીએ અદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

PM Modi in Telangana : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન PM મોદીએ અદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન  તેલંગાણા કોંગ્રેસના મુખ્યમંત્રીએ રેવન્ત રેડ્ડીએ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટે PM મોદીના વિઝનને સમર્થન આપતા અને વિકાસલક્ષી યોજનાઓ માટે તેમની પ્રશંસા કરીને ગુજરાત મોડલ અપનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, અમારે પણ , સાબરમતી રિવર જેવો વિકાસ કરવો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 અને 5 તારીખે તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ઘણા વિકાસ પ્રોજેક્ટમાં ભાગ લીધો. આદિલાબાદ, તેલંગાણામાં એક જાહેર કાર્યક્રમમાં, વડા પ્રધાન મોદીએ રૂ. 56,000 કરોડથી વધુની કિંમતના પાવર, રેલ અને રોડ ક્ષેત્રો સાથે સંબંધિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં અમારી સરકારે તેલંગાણાના વિકાસ માટે ખૂબ પૈસા ખર્ચ્યા છે.

વધુ વાંચો: PM મોદીને જીતનો વિશ્વાસ, ચૂંટણી પછીના કામોનું પ્લાનિંગ શરૂ કરી દેવાયું: 10 કલાક સુધી ચાલી મેરેથોન બેઠકો

આપણા માટે વિકાસ એટલે ગરીબમાં ગરીબનો વિકાસ, દલિતો, વંચિત લોકો અને આદિવાસીઓનો વિકાસ. અમારા પ્રયાસોનું પરિણામ છે કે આજે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અમારી ગરીબ કલ્યાણ યોજનાઓને કારણે આ શક્ય બન્યું છે. વિકાસના આ અભિયાનને આગામી 5 વર્ષમાં વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ