બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Complete lockdown in Chhattisgarh's Raipur from April 9-19

મહામારી / એ આવ્યું પાછું લૉકડાઉન : આ શહેરમાં 9થી 19 એપ્રિલ બધું જ બંધ

Hiralal

Last Updated: 05:20 PM, 7 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢ સરકારે રાજધાની રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.

  • છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 10 દિવસનું લોકડાઉન
  • લોકડાઉન દરમિયાન જિલ્લાની તમામ સરહદો સીલ રહેશે 
  • મુખ્યમંત્રી ભુપેશ બઘેલે હાઈ લેવલ મિટિંગ કરી 

રાયપુર કલેક્ટર એસ.ભારથી દસાણે જણાવ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાયપુર જિલ્લામાં 9 થી 19 એપ્રિલ સુધીના લોકડાઉનની જાહેરાત કરવામાં આવે છે. આ દરમિયાન જિલ્લાની તમામ સરહદો સીલ રહેશે. 

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે રાજ્યમાં કોવિડ રસીકરણ ઝડપથી કરાઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાને કારણે થઈ રહેલા મોતના આંકડા ચિંતાજનક છે. તેમણે લોકોને બિનજરુરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી. 

બેંગ્લુરમાં કલમ 144 લાગુ
દરેક રાજ્ય સરકાર કોરોનાના નાથવા માટે પોતપોતાની રીતે પગલાં ભરી રહી છે. તેમાં હવે વધુ એક રાજ્ય સરકારનો ઉમેરો થયો છે. કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બેંગ્લુરમાં કલમ 144 લાગુ પાડી દીધી છે. 
સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુ
ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પંજાબની અમરિન્દર સિંહ સરકાર દ્વારા જારી થયેલા આદેશાનુસર સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધી રાતના 9 થી વહેલી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. રાજ્ય સરકારે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય મેળાવડા કે કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર રાજકીય નેતાઓ તથા લોકોની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એન્ડ એપિડેમિક્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ