બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cold snap continues in Gujarat: The city became the coldest in the state with 6.1 degrees

શીતલહેર / ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત: 6.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર બન્યું આ શહેર, જુઓ કયા જિલ્લામાં કેટલું તાપમાન

Priyakant

Last Updated: 08:44 AM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયામાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 10 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું

  • રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્
  • નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર
  • નલિયામાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં આજે પણ ઠંડીનો ચમકારો યથાવત છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્ચે લોકો તાપણું કરી રહ્યા છે. આજે 6.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ સાથે ડીસામાં 10 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. 

મહત્વનું છે કે, હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાતમાં થર થર કંપાવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ ગઇકાલે જ ઠંડીને લઈ હવામાન વિભાગની નવી આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. જોકે આજે પણ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો હતો. 

હવામાન વિભાગે ગઇકાલે શું આગાહી કરી હતી ? 
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે હવામાન વિભાગે ગઇકાલે ફરી એકવાર આગાહી કરી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જોકે હવે હવામાન વિભાગે કહ્યું હતું કે, વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

2 દિવસ તાપમાન કેટલું રહેશે ? 

હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ તાપમાન વધી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 26 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.  મહત્વનું કે, હવામાન વિભાગે 2 દિવસ પહેલા આગાહી કરી હતી કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. 

આજે કયા કેટલું તાપમાન નોંધાયું ? 

  • નલિયામાં 6.1 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 10 ડિગ્રી તાપમાન
  • ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન
  • દાહોદમાં 11.6 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 11.9 ડિગ્રી તાપમાન
  • અમરેલીમાં 13.8 ડિગ્રી તાપમાન
  • જૂનાગઢમાં 13.9 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન
  • જામનગરમાં 14.8 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 18.5 ડિગ્રી તાપમાન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ