ફરી સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું, ગુજરાતમાં ફરી એકવાર સીંગતેલના ભાવમાં ભડકો થયો
સીંગતેલના ભાવમાં ફરી વધારો, 10 દિવસમાં ડબ્બે રૂ.60નો વધારો
સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2900 થી રૂ.2970 થયો
ફરી સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું
ગુજરાતમાં ફરી એકવાર સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. વિગતો મુજબ 10 દિવસમાં સીંગતેલના ડબ્બે 60રૂ.નો વધારો થયો છે. આ તરફ ફરી સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે. નોંધનીય છે કે, 17 માર્ચના રોજ સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2970 નો થયો હતો.
રાજ્યમાં સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2970નો થયો હતો. જ્યારે કપાસિયા, પામોલીન તેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. વેપારીઓના મટે મગફળીની આવક ઓછી હોવાને કારણે પીલાણ પણ ઘટી રહ્યું છે. અત્યારે સોરાષ્ટ્રની ઓઇલ મિલમાં 20 થી 50 ટકા જ કામકાજ હોવાનું ઓઇલ મિલરો જણાવી રહ્યા છે.