બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / CM RUPANI SAYS WILL TAKE DECISION IN MEETING ON LOCKDOWN IN GUJARAT
ADVERTISEMENT

લોકડાઉન અંગે આજે લેવામાં આવશે નિર્ણય
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેની અવધિ આવતીકાલે સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ જુનાગઢમાં આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લૉકડાઉન અંગે આજે સાંજે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.સીએમ રૂપાણીએ જુનાગઢમાં નિવેદન આપ્યું હતું કે લોકડાઉન કે પછી રાજ્યમાં નિયંત્રણો મુદ્દે આજે સાંજે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.

ADVERTISEMENT
અઘોષિત લોકડાઉનના સમયમાં થઈ શકે છે વધારો
ADVERTISEMENT
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા 29 શહેરોમાં જે પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે તે 5મી મે સુધી લગાવવામાં આવ્યા હતા એવામાં હવે આ પ્રતિબંધો લંબાવવા મુદ્દે ગુજરાત સરકાર મોટી મૂંઝવણમાં છે. લોકડાઉનની જાહેરાત કરવા મુદ્દે રાજ્યની સરકાર મોટી મૂંઝવણમાં દેખાઈ રહી છે. રાજ્યમાં અત્યારે રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ તથા વિવિધ પ્રકારના પ્રતિબંધ કરવામાં આવ્યા છે આ પ્રતિબંધોને હવે લંબાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જેનો અર્થ થાય છે કે રાજ્યમાં અત્યારે જે જગ્યાઓને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે તે હજુ પણ બંધ જ રહેશે.

ADVERTISEMENT
29 શહેરમાં મિનિ લોકડાઉન જેવા પ્રતિબંધોની જાહેરાત કરાઇ હતી
રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ બાદ ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આટલું જ નહીં આ નિયમોને વધુ કડક બનાવે તેવી પણ સંભાવના છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે પહેલાં નાઈટ કર્ફ્યૂ અને તે બાદ વિવિધ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોને મિનિ લોકડાઉન અથવા અઘોષિત લોકડાઉન જેવી પરિસ્થિતિ કહી શકાય. એવામાં આ પ્રતિબંધોની કડક અમલવારી સાથે પ્રતિબંધોને 15મી મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.