બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / CM Eknath shinde cabinet meeting special session assembly maharashtra

મહારાષ્ટ્ર / મુખ્યમંત્રી પદ સંભાળતાની સાથે જ એકનાથ શિંદે એક્શન મોડમાં, 2 જૂલાઈએ કરશે આ કામ

Published By: Hiren

Last Updated: 12:22 AM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળી ગયા છે અને રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે. એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી બન્યા છે. તો દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

  • મહારાષ્ટ્રની કમાન એકનાથ શિંદેના હાથમાં
  • દેવેન્દ્ર ફડણવીસે DyCM  તરીકે લીધા શપથ
  • 2 જૂલાઈના રોજ વિધાનસભા સ્પીકરની ચૂંટણી

મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેની આગેવાનીમાં બનેલી નવી સરકારે 2 અને 3 જૂલાઈએ રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. નવી સરકારના શપથગ્રહણ બાદ થયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તો એકનાથ શિંદે સવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના નેતાઓ સાથે વાત કરશે.

સત્રના પહેલા દિવસે 2 જૂલાઈએ વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થશે કારણ કે નાના પટોળેના રાજીનામાં બાદથી આ પદ ખાલી હતું. ત્યારે, સત્રના બીજા દિવસ બહુમત પરીક્ષણ પણ થઇ શકે છે. ગુરૂવારે બનેલી નવી સરકારમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા. 

મુખ્યમંત્રી પદના શપથ લેતા જ એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક યોજાઈ. જેમાં ખરીફ પાક અને પાક વીમા પર ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ મીડિયાને સંબોધિત કરતા મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, અનેક પાક વિમા પેન્ડિંગ છે. મહારાષ્ટ્રની જનતા માટે જલ્દીથી પેન્ડિંગ પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે. અમારુ લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનું છે.

જે થયું તે ગેમચેન્જર હતું
શિંદેએ કહ્યું કે આજે જે થયું તે ગેમ ચેન્જર હશે. ખેડૂતો અને મજૂરોની સાથે ન્યાય થશે. તેમણે કહ્યું કે ફડણવીસના કાર્યાલયમાં અનેક વિકાસ કાર્ય થયા હતા. કારણ કે તેમને સરકાર ચલાવવાનો ઘણો અનુભવ છે. એટલા માટે તેમની મદદથી મહારાષ્ટ્રમાં તમામ વર્ગની સાથે ન્યાય કરવામાં આવશે.

ઉદ્ધવ સરકારમાં શહેરી વિકાસ મંત્રી હતા શિંદે
ચાર વખત ધારાસભ્ય રહેલા શિંદે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે નવી મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ અને પીડબ્લ્યૂડી મંત્રી હતા. તેઓ રાજ્યની રાજનીતિમાં પોતાની સફળતાનો શ્રેય પાર્ટીના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેને આપતા રહ્યા છે. પાર્ટીની હિન્દુત્વવાદી વિચારધારા અને બાલ ઠાકરેના વ્યક્તિત્વથી પ્રભાવિત થઇને શિંદેએ શિવસેનાનો હાથ પકડી લીધો.

1997માં કાઉન્સિલર બન્યા હતા શિંદે
શિંદે 1997માં થાણે નગર નિગમમાં કાઉન્સિલર બન્યા હતા અને ત્યાર બાદ તેઓ 2004માં વિધાનસભા ચૂંટણીમાં જીત દાખલ કરીને પહેલી વખત ધારાસભ્ય બન્યા. 2005માં તેમને શિવસેનાના થાણે જિલ્લા પ્રમુખ બનાવાયા. શિંદેના કદનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે તેમને પાર્ટીમાં બીજા સૌથી મોટા નેતા તરીકે જોવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Maharashtra Political Crisis એકનાથ શિંદે મહારાષ્ટ્ર Maharashtra Political Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ