બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / China great wall motors signs MoU with maharashtra governmen

સમજુતિ / સરહદ પર ડ્રેગન સાથે તણાવ વચ્ચે ઉદ્ધવ સરકારે ચીનની કંપની સાથે કર્યો કરાર

Published By: Divyesh

Last Updated: 09:48 AM, 18 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ચીનની GWM કંપની સાથે એક અરબ ડોલર એટલે કે 7,600 કરોડ રૂપિયાથી વધારે કરાર કર્યો છે. રાજ્ય સરકારે એક અન્ય ચીનની કંપની હેંગલી એન્જિનયરિંગની સાથે પણ 250 કરોડ રૂપિયાના રોકણા માટે કરાર કર્યો છે.

ચીનની પ્રમુખ વાહન નિર્માતા કંપની ગ્રેટ વોલ મોટર્સ (GWM)  અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે કરાર કરવા હેઠળ કંપની પુનાના તલેગામમાં 3,770 કરોડનું રોકાણ કરશે. ત્યારબાદ તબક્કાવાર 7,600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ કંપનીને લઇને અંદાજે 3,000 લોકોને રોજગારી મળવાનો દાવો કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે GWM એસયુવી વાહન બનાવે છે, જે ભારતમાં ઘણી લોકપ્રિય છે. આ કંપનીએ જાન્યુઆરીમાં જ અમેરિકાની વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સની સાથે તેલગાંવમાં આવેલ પ્લાન્ટના અધિગ્રહણ માટે કરાર કર્યો હતો. 

GWMની ભારતીય સહાયક કંપનીના પ્રબંધ નિદેશક પાર્કર શીએ કહ્યું કે અમે મહારાષ્ટ્રના સહોયગ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. મહારાષ્ટ્ર ઉદ્યોગ વિભાગ તરફથી સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં મેગ્નેટિક મહારાષ્ટ્ર-2માં અમેરિકા, ચીન, દક્ષિણ કોરિયા, સિંગાપુર વગેરે 12 દેશના પ્રતિનિધિ સામેલ થયા.

સંકળાયેલા મુદ્દાઓ

China Company Maharashtra Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે કરાર ચીન મહારાષ્ટ્ર Uddhav Thackeray

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ