ચીનના સૌથી અમીર બિઝનેસમેન જેક માના અલીબાબા ગ્રુપની ફાઇનાન્શ્યલ સર્વિસીસ કંપની ANT ગ્રુપ દુનિયાનો સૌથી મોટો IPO લાવી છે.
કંપનીએ 35 અબજ ડોલરના શેર જાહેર કર્યા છે. પરંતુ સબસ્ક્રિપ્શનના છેલ્લા દિવસ એટલે કે શુક્રવાર સુધી કંપનીને 3 ટ્રિલિયન ડોલર એટલે કે 222 લાખ કરોડની બિડ્સ મળી છે.
આ રકમ દુનિયાની સૌથી મોટી ઈકોનોમી ધરાવતા ભારતની ઈકોનોમી (2.94 ટ્રિલિયન ડોલર) કરતા 2% વધારે છે.
નોંધનીય છે કે સાઉદી અરેબિયાની કંપની અરામકો ગયા વર્ષમાં 29.4 અબજ ડોલરનો IPO લાવી હતી જે રેકોર્ડ ANT ગ્રુપે તોડી નાખ્યો હતો.
બ્રોકરેજ ફર્મના પ્લેટફોર્મ ક્રેશ થઇ ગયા
ANT ગ્રુપના IPOની ડિમાન્ડ એટલી વધારે હતી કે બ્રોકરેજ ફર્મના પ્લેટફોર્મ ક્રેશ થઇ ગયા. શાંઘાઈમાં રિટેલ ઇન્વેસ્ટર્સના જાહેર કરેલા શેર કરતા 872 ગણી બિડ મળી અને બીજી તરફ હોંગકોંગમાં 389 ગણી બિડ મળી.
2004માં પેમેન્ટ સેવા શરુ કરી હતી
ANTએ 2004માં પેમેન્ટ સેવા શરુ કરી હતી. ફક્ત 16 વર્ષમાં તેમણે એમ્પાયર ઉભું કરી દીધું. કંપની શોર્ટ ટર્મ લોન આપે છે. સુવિધા એવી છે કે એક મિનિટમાં ગ્રાહકોના ખાતામાં પૈસા પહોંચી જાય છે. અત્યારે દુનિયાનો સૌથી મોટો IPO લાવી છે.
રોકાણકારોને ભરોસો છે કે કંપની ભવિષ્યમાં ચીનમાં ફાઇનાન્શ્યલ સર્વિસીસના ડિજિટલાઇઝેશનથી ફાયદો મેળવતી રહેશે.
ANT ગ્રુપનું ટ્રેડિંગ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના 2 દિવસ પછી એટલે કે 5 નવેમ્બરે શરુ થશે.
ભારતની વાત કરીએ તો ભારતમાં કોલ ઇન્ડિયા અત્યાર સુધીનો સૌથી મોટો IPO 2010માં લાવ્યા હતા જેનાથી તેમણે 15,199 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. બીજી તરફ બિડ્સની દ્રષ્ટિએ સાલાસર ટેક્નોલોજીએ 2007માં વિક્રમજનક 273 ગણું સબસ્ક્રિપ્શન મેળવ્યું હતું.