બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / child mental health parenting tips scolding side effects

ચાઇલ્ડ કેર / જો વાત-વાત પર તમને બાળકને ધમકાવવાની છે આદત? તો ચેતી જજો નહીંતર..., જાણો

Arohi

Last Updated: 11:12 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parenting Tips: જ્યારે પણ બાળક ભૂલ કરે તો તેને વઢવાની જગ્યા પર સમજાવવાનો પ્રયત્ન કરો. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દરેક નાની નાની વાત પર બાળકને વઢવાથી મોટા થઈને તેમનામાં ડિપ્રેશન અને ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓ વધી શકે છે.

  • બાળકોને વાત વાત પર વઢો નહીં 
  • ભૂલ કરવા પર વઢવાની જગ્યા પર સમજાવો
  • નહીં તો મોટા થઈને થઈ શકે છે ડિપ્રેશનનો શિકાર 

બાળકોને સારૂ ઘડતર આપવું દરેક માતા-પિતાનું સપનું હોય છે. જોકે ઘણી વખત નાની નાની ભૂલ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને તે ખોટી દિશામાં જતા રહે છે. આ ભુલમાંથી એક છે વારંવાર બાળકોને વઢવું. ઘણા પેરેન્ટ્સને લાગે છે કે બાળકી સાથે સ્ટ્રિક્ટ રહેવાથી બાળક યોગ્ય માર્ગ પર ચાલશે. આ ચક્કરમાં તે બાળકને વારંવાર વઢે છે. જેની અસર તેમની મેન્ટલ હેલ્થ પર પડે છે. 

માટે જ્યારે પણ બાળક ભુલ કરે તો તેને વઢવાની જગ્યા પર સમજાવવાનો પ્રયત્ન કરો. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દરેક નાની નાની વાત પર બાળકને વઢવાથી મોટા થવા પર તેમને ડિપ્રેશન અને ઘણા પ્રકારની માનસિક સમસ્યાઓ વધી શકે છે. આવો જાણીએ વારંવાર બાળકને વઢવાથી તેમના પર શું અસર પડે છે. 

કોન્ફિડેન્સમાં ઘટાડો 
જો માતા-પિતા બાળકને વાત વાત પર વઢે છે તો તેના કારણે બાળકોના કોન્ફિડન્સમાં ઘટાડો થાય છે અને તેમના આત્મ સન્માનમાં ઘટાડો થાય છે. માટે પેરેન્ટ્સને બાળકોને જેટલું બની શકે તેટલું ઓછુ વઢવું જોઈએ. 

ગુસ્સાવાળો સ્વભાવ 
માતા-પિતા જો બાળકને વધારે વઢે છે તો તેની અસર તેમના વર્તન પર પડે છે. જો તેમને દરેક નાની-નાની વાત પર વઢવામાં આવે તો બાળક ઘરમાં કંઈ નથી બોલતા પરંતુ બહાર તેમનો ગુસ્સાવાળો સ્વભાવ જોવા મળે છે. ઘણી વખત તો ખૂબ આક્રામક પણ થઈ જાય છે. 

અસફળતા સ્વીકાર નથી કરી શકતા 
જે બાળકોને વધારે વઢવામાં આવે છે તે પોતાની સફળતા સ્વીકાર નથી કરી શકતા. તેમના અંદર એટલો વધારે ડર રહે છે કે અસફળ હોવા પર તે ખોટુ પગલું પણ ભરી શકે છે. 

જો તમે ઈચ્છો છો કે તમારૂ બાળક મુશ્કેલીથી મુકાબલો કરે અને દરેક પરિસ્થિતિમાં પોતાને મજબૂત રાખે તો તેની સાથે સારૂ વર્તન અને તેમની ભાવનાઓને ફ્રીડમ આપો. નાની-નાની વાત પર વઢવાથી સારૂ છે કે તેમના સાથે પ્રેમથી વર્તન કરવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ