બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Chief Secretary Anil Mukim's term ends on August 31, Pankaj Kumar, Rajiv Gupta ahead in Gujarat CS race

ગાંધીનગર / રાજ્ય મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે, જુઓ કોણ છે CSની રેસમાં આગળ?

Published By: Vishnu

Last Updated: 05:24 PM, 6 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનામાં મુખ્ય સચિવની કામગીરી ધ્યાનમાં રાખી અત્યાર સુધી અનિલ મુકીમને બે વખત એક્સટેન્શન અપાઈ ચુક્યું છે.

  • ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ હશે? 
  • અનિલ મુકીમનો કાર્યકાળ 31 ઓગસ્ટે થશે પૂર્ણ
  • પંકજ કુમાર, રાજીવ ગુપ્તાના નામની ચર્ચા

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે છે. 31 ઓગસ્ટ અનિલ મુકીમના કાર્યકાળનો છેલ્લો દિવસ છે.ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવને લઈને અનેક નામ ચર્ચાઇ રહ્યા છે. 

કોરોનાની કામગીરીને ધ્યાને રાખી વધારો હતો કાર્યકાળ
31 ઓગસ્ટે અનિલ મુકીમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, અત્યાર સુધીમાં સરકારે અનિલ મુકીમને મુખ્ય સચિવ પદ પર જાળવી રાખવા બે વખત એક્સટેન્શન પણ  આપ્યું છે. મહત્વનું છે કે મુખ્ય સચિવ મુકીમના કાર્યકાળ દરમિયાન કોરોનાની લડત સારી રીતે પાર પડાઈ હતી. આથી જ સરકારે તેમણે અત્યાર સુધી જવાબદારી પર રાખ્યા હતા પણ 31 ઓગસ્ટે પૂર્ણ થતાં એક્સટેન્શનના કાર્યકાળ પછી હવે તેમની સચિવાલય માંથી વિદાય થઈ રહી છે. 

CSની રેસમાં કોના નામ ચર્ચામાં?
રાજ્યના નવા મુખ્ય સચિવને લઈને અત્યારથી જ નામોની અટકળો તેજ થઈ છે, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારનું નામ CSની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા તેમજ અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાના નામોની પણ ચર્ચા થઈ રહી છે ત્યારે જોવું રહ્યું કે આગળના સમયમાં રાજ્ય સરકાર કોના પર મુખ્ય સચિવની પસંદગીનો કળશ ઢોળે છે. સચિવોના કામના અને અનુભવ આધારે મુખ્ય સચિવ પર પસંદગી ઉતારવામાં આવશે તે નકકી છે. 

કોણ છે પંકજ કુમાર?
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો પદભાર પંકજ કુમાર સંભાળી રહ્યા છે.અનુભવ અને કામગીરીના આધાર પર CSની રેસમાં સૌથી આગળ પંકજ કુમારનું નામ ચાલી રહ્યું છે. તેમની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે 25 ઓગસ્ટ 1986થી IAS તરીકે જોડાયેલા છે.પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી પ્રભાવિત છે.

કોણ છે ડૉ.રાજીવ ગુપ્તા?
હાલમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ કાર્યભાર ડૉ.રાજીવ ગુપ્તા સંભાળી રહ્યા છે. પંકજ કુમાર બાદ ડો રાજીવ ગુપ્તાને પણ આ મહત્વની જવાબદારીની કમાન સોંપાઈ શકે છે.પંકજ કુમાર અને રાજીવ ગુપ્તાની જન્મ તારીખ 6 મે, 1962 છે જ્યારે રાજીવ ગુપ્તા પણ 25 ઓગસ્ટ 1986માં IAS તરીકે જોડાયા હતા. રાજીવ ગુપ્તાએ રાજનીતિ શાસ્ત્રમાં MA, આંતરરાષ્ટ્રીય કાયદામાં P.hd કર્યું છે. રાજીવ ગુપ્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીકના અધિકારી માનવવા આવે છે. 

કોણ છે વિપુલ મિત્રા?
અધિક મુખ્ય સચિવનો પદભાર સંભાળી રહેલા વિપુલ મિત્રાનું નામ પણ રાજ્યના મુખ્ય સચિવની રેસમાં આગળ ચાલી રાહયુ છે. 
ત્રણેય અધિકારી 25 ઓગસ્ટ 1986માં IAS તરીકે જોડાયા હતા. અધિક મુખ્ય સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન વિપુલ મિત્રાની કામગીરીના પણ વખાણ થઈ રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે કોણ ગુજરાતનો મુખ્ય સચિવની બાગડોર સંભાળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Anil Mukim Chief Secretary DR Rajiv Gupta pankaj kumar અનિલ મુકીમ ડો. રાજીવ ગુપ્તા પંકજ કુમાર મુખ્ય સચિવ gandhinagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ