બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Chief Minister inaugurated the Vejalpur Startup Festival at Ahmedabad

કાર્યક્રમ / VIDEO: અમદાવાદના વેજલપુરમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની શરૂઆત, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- યુવાનો હવે નોકરી શોધતા નથી નોકરી આપે છે

Dinesh

Last Updated: 05:09 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vejalpur Startup Festival: મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, સ્ટાર્ટઅપના કારણે યુવાનોને નોકરી મળતી થઈ ગઈ છે. સ્ટાર્ટઅપ લાવીને નરેન્દ્રભાઈ ખૂબ મોટું પરિવર્તન લાવ્યા છે

  • વેજલપુર વિધાનસભા સ્ટાર્ટઅપ સમારોહ યોજાયો
  • જે ઘરે બેઠાં છે તેના માટે પણ વ્યવસ્થા કરાશે: CM
  • સ્ટાર્ટઅપના કારણે યુવાનોને નોકરી મળતી થઈ: CM


અમદાવાદની વેજલપુર વિધાનસભા સ્ટાર્ટઅપ સમારોહનુ આયોજન કરાયુ હતુ. YMCA ક્લબમાં યોજાયેલા સમારોહનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, સ્ટાર્ટઅપના કારણે યુવાનોને નોકરી મળતી થઈ ગઈ છે. સ્ટાર્ટઅપ લાવીને નરેન્દ્રભાઈ ખૂબ મોટું પરિવર્તન લાવ્યા છે. 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. ગુજરાતમાં જે ભણે છે એના માટે તો વ્યવસ્થા છે. પરંતુ, જે ઘરે બેઠાં છે એમના માટે પણ ગુજરાત સરકારે વ્યવસ્થાની તૈયારી શરૂ કરી છે. આજે દરેક દેશને ભારતમાં અને ગુજરાતમાં રોકાણ કરવા આવવું છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

'યુવાનો હવે નોકરી શોધતા નથી નોકરી આપે છે'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્ટાર્ટઅપના કારણે એક વર્ષમાં 48 હજાર નોકરીઓ મળી છે, યુવાનો નોકરી કરવાના બદલે નોકરીઓ આપી રહ્યાં છે. પહેલા યુવાનો નોકરીઓ શોધતા હતા જ્યારે તે યુવાનો અત્યારે નોકરીઓ આપતા થઈ ગયા છે. આ મોટું પરિવર્તન નરેન્દ્ર મોદી લાવ્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયા જેવી પહેલ થકી યુવાઓ કૌશલ્યને પ્રાધાન્ય આપીને “જોબ સીકર્સ” ના બદલે “જોબ ગીવર્સ” બની રહ્યા છે. 

વાંચવા જેવું: તારું અર્જુન સાથે લફડું છે એ મને ખબર છે, બદનામ કરી નાંખીશ...: આણંદમાં ત્રણ નરાધમોએ યુવતીને ધમકી આપી આચર્યું દુષ્કર્મ

 “ન્યૂ-એજ વોટર” નહીં પણ “ન્યૂ-એજ પાવર” 
તેમણે ઉમેર્યું હતું કે, યુવાનો “ન્યૂ-એજ વોટર” નહીં પણ “ન્યૂ-એજ પાવર” છે. આજના યુવાનો તેમના કૌશલ્ય અને ઈનોવેશન્સથી વિકસિત ગુજરાત – વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે તે ઘણા આનંદની વાત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ