બ્રેકિંગ ન્યુઝ
73માં ગણતંત્ર દિવસ પર છત્તીસગઢની કોંગ્રેસ સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યની બઘેલ સરકારે રાજ્યના કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર ગિફ્ટ આપતા જાહેરાત કરી છે કે, હવેથી રાજ્યના કર્મચારીઓ અઠવાડીયામાં ફક્ત પાંચ જ દિવસ કામ કરશે. રાજ્ય સરકારે આ ઉપરાંત ગણતંત્ર દિવસ પર અન્ય કેટલીય પણ જાહેરાત કરી છે. રાજ્યની બઘેલ સરાકરે પેન્શન માટે, અંશદાયી પેન્શન યોજનાના ભાગ રૂપે રાજ્યનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવાની પણ જાહેરાત કરી છે.
ADVERTISEMENT
State govt employees to work 5-days a week from now. For pension, state's contribution to be increased from 10% to 14% as part of Anshdayi Pension Scheme: Chhattisgarh Govt in a slew of announcements on the occasion of Republic Day pic.twitter.com/tcQrsiRoAC
— ANI (@ANI) January 26, 2022
ADVERTISEMENT
રાજ્યપાલે પોલીસ મેદાન અને સીએમ બઘેલે જગદલપુરમાં ફરકાવ્યો ત્રિરંગો
ADVERTISEMENT
આ અગાઉ છત્તીસગઢમાં બુધવારે ગણતંત્રત્ર દિવસ સમારંભ ધૂમધામથી મનાવામાં આવ્યો હતો. રાજ્યના જનસંપર્ક વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે, રાજ્યપાલ અનુસુઈયા ઉઈકે ગણતંત્ર દિવસના અવસરે 26 જાન્યુઆરીને રોજ રાજ્યની રાજધાની રાયપુરના પોલીસ પરેડ મેદાનમાં સવારે નવ વાગ્યે ધ્વજારોહણ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેશ બધેલ બસ્તર જિલ્લાના મુખ્યાલય જગદલપુરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે. જ્યારે વિધાનસભાના અઘ્યક્ષ ચરણદાસ મહંત કોરિયા જિલ્લા કાર્યાલય બૈંકુંઠપુરમાં ધ્વજારોહણ કર્યું હતું.
ADVERTISEMENT
નક્સલી ગતિવિધિઓના કારણ સુરક્ષાની ચૂસ્ત વ્યવસ્થા
રાજ્યના નક્સલ પ્રભાવિક બસ્તર વિસ્તારના પોલીસ મહાનીરિક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું છે કે, રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ગણતંત્ર દિવસ સમારંભની સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા બળને સતર્ક કરી દીધું હતું. સુંદરરાજે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારના કરીગુંડમ, કોલ્લઈગુડા, નહાડી, મિંકપલ્લી, પુંગરપાલ જેવી અંદરના વિસ્તારમાં 14થી વધારે નવી શિબિર સ્થાપિત કરવામાં આવી છે. સમારંભ દરમિયાન તમામને કોવિડ દિશા નિર્દેશોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.