બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / આ દિવસે આવી જશે પૃથ્વીનો અંત, આખો સૂર્ય ફાટી જશે, છઠ્ઠ પૂજાએ જાણો હેરાનીભરી વાતો

ખગોળ / આ દિવસે આવી જશે પૃથ્વીનો અંત, આખો સૂર્ય ફાટી જશે, છઠ્ઠ પૂજાએ જાણો હેરાનીભરી વાતો

Published By: Hiralal Parmar

Last Updated: 10:14 AM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છઠ્ઠ પૂજાએ સૂર્યને ભોગ દેવાની પરંપરા છે પરંતુ શું તમે સૂર્યની હેરાનીભરી વાતો જાણો છો? તો ચાલો આજે ઉપડીએ સૂર્યની રોમાંચક સફરે જે તેમને હેરતમાં મૂકી દેશે.

આજે દેશભરમાં છઠ્ઠનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ દિવસે સૂર્યને ભોગ આપવાની પરંપરા છે પરંતુ આ દિવસે સૂર્યની કેટલીક હેરાનીભરી વાતો સામે આવી છે. નાસાના વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે સૂર્ય તેની અડધી ઉંમર વિતાવી ચૂક્યો છે અને હવે તેની પાસે અડધી જીંદગી બાકી છે. એટલે 500 કરોડ સાલ બાદ સૂર્ય ફાટીને વ્હાઈટ સ્ટારમાં ફેરવાઈ જશે અને પૃથ્વી સહિતના સોલર સિસ્ટમના બાકીના ગ્રહો કબ્રસ્તાનમાં ફેરવાઈ જશે.

સૂર્યમાં ગરમી કેવી રીતે પેદા થાય છે

સૂર્યના કોરમાં હાઈડ્રોજનના પરમાણુ એકબીજા સાથે ટકરાઈને હિલિયમ બને છે અને આ પ્રોસેસ દરમિયાન ભારે માત્રામાં રોશની ઉત્પન થાય છે જે પૃથ્વી સહિતના ગ્રહોને મળે છે.

સૂર્યમાં 13 લાખ પૃથ્વી સમાઈ જાય એવડો મોટો

સૂર્યમાં 13 લાખ પૃથ્વી સમાઈ જાય એવડો તે મોટો છે. સૂર્યની રોશનીની પૃથ્વી સુધી પહોંચતા માત્ર 8 મિનિટ લાગે છે. લાઈટની સ્પીડ સેકન્ડે 3 લાખ કિમી છે.

6 લેયર પાર કરીને સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે

સૂર્યના કુલ 6 લેયર છે જેમાં કોરોના, ક્રોમોસ્ફિયર, ફોટોસ્ફિયર, કન્વિટીવ ઝોન, રેડિએટીવ ઝોન, કોર. એટલે છઠ્ઠ પૂજા પર મહિલાઓ જે સૂર્યને ભોગ ધરવે છે તે પ્રકાશ લાખો વર્ષ પહેલાં બનેલો છે કારણ કે સૂર્યના કોરમાંથી પ્રકાશને બહાર આવતાં લાખો વર્ષ લાગે છે જોકે તેને પૃથ્વી સુધી પહોંચતાં 8 જ મિનિટ થાય છે.

સૂર્યની અંદર સેકન્ડે 60 કરોડ ટન હાઈડ્રોજનમાંથી હિલિયમ બને છે

તમે એક જાણીને ચોંકી જશો કે સૂર્યની અંદર દર સેકેન્ડે 60 કરોડ ટન હાઈડ્રોજનમાંથી હિલિયમ બને છે અને આ દરમિયાન 40 લાખ ટન મેટર એનર્જીમાં બદલાય છે.

વધુ વાંચો : સ્કૂલ ડ્રેસમાં ઠેકા પર દારુ લેવા પહોંચી 'પાપા કી પરી' પછી સહેલીઓ સાથે શું કર્યું ખબર છે? વીડિયો વાયરલ

સૂર્યનું આયુષ્ય ક્યારે પૂરુ થશે

દરેક તારાની જેમ સૂર્યનું પણ એક નિશ્ચિત આયુષ્ય છે જે પછી તે ઠંડો પડીને ફાટી જશે જોકે આ ઘટના 500 કરોડ વર્ષ બાદ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

chhath puja 2025 chhath puja

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ