આ નંબર પર મિસ્ડ કૉલ-SMS કરીને જાણો PF એકાઉન્ટમાં કેટલા છે રૂપિયા

By : juhiparikh 12:41 PM, 09 August 2018 | Updated : 12:42 PM, 09 August 2018
પ્રોવિડન્ટ ફંડની રકમ કમાણીનો એક મોટો ભાગ હોય છે. પ્રોવિડન્ટ ફંડના ખાતામાં દર મહિને નોકરિયાત લોકોના પગારમાંથી અમૂક હિસ્સો કાપીને જમા કરવામાં આવે છે. પરંતુ PFને લઇને લોકોના મગજમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. જેમ કે કયા મહિને કેટલો PF ખાતામાં જમા થયો છે. તેમાં કંપનીએ કેટલી રકમ PFમાં જમા કરી છે અને અત્યારે PFની કુલ રકમ કેટલી છે? હવે આ બધી માહિતી તમે ફોનના માધ્યમથી સહેલાઈથી જાણી શકશો.

હવે તમે માત્ર એક મિસ્ડ કૉલ આપીને તમારા PF એકાઉન્ટની તમામ જાણકારી મોબાઇલ પર જાણી શકશો. EPFOએ આ (011-22901406) નંબર જારી કર્યો છે. જેમાં તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી આ નંબર પર મિસ્ડ કૉલ આપવાની રહેશે. આ નંબર પર કૉલ કરશો, તો થોડી રિંગ ગયા પછી ફોન કપાઇ જશે અને પછીની સેકન્ડમાં ખાતાની તમામ જાણકારી મેસેજની મદદથી તમારા ફોન સુધી પહોંચી જશે.

મિસ્ડ કૉલ સિવાય SMSની મદદથી પણ PF બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે EPFOએ નંબર જારી કર્યો છે. આ માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર SMS કરવાનો રહેશે. જેમ તમે SMS કરશો તે પછી તરત જ EPFO તમારા PF યોગદાન અને બેલેન્સની માહિતી આપશે.

SMS મોકલવાની રીત એકદમ સરળ છે. આ માટે તમારે 'EPFOHO UAN' લખીને 7738299899 પર મોકલવાનો રહેશે. આ સુવિધા અંગ્રેજી, હિંદી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બાંગ્લામાં ઉપલબ્ધ છે.

જો તમે મેસેજ અંગ્રેજીમાં મોકલવા ઇચ્છો છો તો તમારે EPFOHO UAN ENG લખવાનું રહેશે. અંતિમ 3 શબ્દ (ENG)ના મતલબ ભાષાથી છે, જો તમે આ 3 શબ્દ નાખશો, તો તમને  અંગ્રેજીમાં બેલેન્સની જાણકારી મળશે.  તમે હિંદી (HIN)નો કોડ નાખશો તો તમને હિન્દીમાં માહિતી મળશે. ખાસ તે બાબતનું ધ્યાન રાખવાનું કે UANની જગ્યાએ તમારે તમારો UAN નંબર મોકલવાનો નથી. ફક્ત UAN લખી  મૂકી દેજો.

EPFOના નિયમ મુજબ ફોન કૉલ અથવા પછી મેસેજના માધ્યમથી તે કર્મચારીને માહિતી મળશે, જેનો UAN નંબર એક્ટિવ હશે. આ સાથે જો તમારો UAN નંબર તમારા કોઈ પણ બેંક ખાતા, આધાર અને પાન કાર્ડ સાથે જોડાયેલો છે. તો તમે તમારું છેલ્લુ યોગદાન અને ખાતાની બધી માહિતી લઈ શકો છો. 

એટલું જ નહીં, બેલેન્સ અને PFના યોગદાન સિવાય તમને આ નવી સુવિધા KYCની પણ સૂચના આપશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે આ માહિતી આપી છે.Recent Story

Popular Story