બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cheapest CNG car in india

જલ્દી કરો / પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે આ 6 CNG કાર પર મળી રહી છે બમ્પર છૂટ, ફીચર્સ અને કિંમત જાણીને આજે જ કરાવી લેશો બૂક

Anita Patani

Last Updated: 05:24 PM, 25 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ ડિઝલના વધતા જતા ભાવ વચ્ચે લોકો પરેશાન થઇ રહ્યાં છે ત્યારે આ CNG કાર તમારા માટે સારા ઓપ્શન સાબિત થઇ શકે છે.

  •  આ 6 કાર છે તમારા માટે બેસ્ટ 
  • બજેટમાં કાર લેવા માટે બેસ્ટ ઓપ્શન 
  • પેટ્રોલના વધતા ભાવની ચિંતા નહી 

અલ્ટો 
ભારતીય બજારમાં CNG કારમાં સૌથી પોપ્યુલર છે. મારુતિ સુઝુકીની CNG કાર સૌથી વધારે વેચાણવાળુ મૉડલ છે.આ એક એન્ટ્રી લેવલ હેચબેક કાર છે જેમાં 0.8 લિટર એન્જીન મળે છે. CNGથી ચાલવા પર અલ્ટો 40 પીએસનો પાવર અને 60 NMનો ટોર્ક જનરેટ કરે છે. 

શું છે ઓફર 
આ કાર પર ઓફર છે કે તેને જૂન મહિનામાં ખરીદવા પર કુલ 34000 રૂપિયા સુધીનો ફાયદો થાય છે. 15000 રૂપિયા કેશ છૂટ અને 15000 રૂપિયા એક્સચેન્જ બોનસ તેમજ 4000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

વૅગન આર 
મારુતિ સુઝુકી વૅગન આર પર સારી છૂટ મળી રહી છે. વૅગન આર કંપનીની સૌથી લાંબા સમય સુધી વેચાણ થયુ હોય તેવી કાર છે. CNG વૅગન આરમાં 1.0 લીટર 3 સિલિન્ડર મળે છે. આ એન્જીન 57 પીએસનો પાવર અને 78 એનએમનો 
ટોર્ક જનરેટ કરે છે.

શું છે ઓફર 
આ કારને જૂનમાં ખરીદવા પર કુલ 24000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તેમાં 5000 રૂપિયાની કૅશ છૂટ, 15000 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ અને 4000 રૂપિયા સુધી કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 

સિલેરીયો 
મારુતિ સુઝુકી સિલેરીયો લાંબા સમયથી વેચાઇ રહી છે અને સક્સેસફૂલ કાર છે. તેના CNG વર્ઝનમાં 1.0 લીટર એન્જીન મળે છે જે  57 પીએસનો પાવર અને 78 એનએમનો 
ટોર્ક જનરેટ કરે છે.

શું છે ડિસ્કાઉન્ટ 
આ કારના CNG મૉડલ પરક 18000 રૂપિયા સુધીની છૂટ મળે છે. કંપની આ કાર પર કોઇ કૅશ છુટ આપતી નથી પરંતુ 15000 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ અને 3000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. 

સેન્ટ્રો 
હ્યુન્ડાઇની આ કાર સક્સેસફૂલ કાર છે અને તે મેગ્ના તેમજ સ્પોર્ટ્સ એમ 2 ઓપ્શનમાં આવે છે. તેમાં 1.2 લીટર 4 સિલિન્ડર મળી રહ્યાં છે. નવી સેન્ટ્રો CNG વર્ઝનવમાં 60 પીએસનો પાવર અને 85 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. 

શું છે ઓફર 
હ્યુન્ડાઇની આ કારના CNG  મૉડલ પર જુન મહિનામાં 25000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. તેમાં 10000 રૂપિયાની કૅશ છૂટ, 1000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  

i10 Nios 
હ્યુન્ડાઇની ગ્રાન્ડ આઇ10 કંપનીની લોકપ્રિય અને સ્ટાઇલિશ મૉડલ છે. આ મૉડલ CNG સિવાય પેટ્રોલમાં પણ અવેલેબલ છે. 

શું છે ઓફર 
હ્યુન્ડાઇની આ કારને જૂન મહિનામાં ખરીદવા પર 15000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડેમાં 1000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ છે. 

હ્યુન્ડાઇ Aura 
આ કારને જૂન મહિનામાં ખરીદવા પર કુલ 15000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેમાં કોઇ કેશ છૂટ નથી મળી રહી પરંતુ 1000 રૂપિયા સુધી એક્સચન્જ બોનસ અને 5000 રૂપિયા સુધી કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

CNG CAR Cheapest CNG car in india automobile deal on CNG car Auto
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ