બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / chandrayaan 3 india moon mission landed on chand russia luna 25

Chandrayaan-3 / ચંદ્રના ખજાના માટે લાગી રેસ! ભારત બાદ હવે જાપાન, અમેરિકા, ચીન પણ મેદાનમાં

Manisha Jogi

Last Updated: 08:40 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વની નજર ભારતના મિશન મૂન પર છે. ચંદ્રયાન-3 સાઉથ પોલ પર લેન્ડિંગ કરવા માટે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ચંદ્રના અલગ અલગ ફોટોઝ મોકલી રહ્યું છે.

  • ચંદ્રયાન-3 ચંદ્રની નજીક આવી રહ્યું છે
  • ચંદ્રયાન-3 ચંદ્રના અલગ અલગ ફોટોઝ મોકલી રહ્યું છે
  • રશિયાએ મિશન લૂના-25 લોન્ચ કર્યું

 ચંદ્રયાન-3 ચંદ્રની નજીક આવી રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર ભારતના મિશન મૂન પર છે. ચંદ્રયાન-3 સાઉથ પોલ પર લેન્ડિંગ કરવા માટે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ચંદ્રના અલગ અલગ ફોટોઝ મોકલી રહ્યું છે. 

મહાશક્તિઓનું મિશન મૂન
ઈસરોના વૈજ્ઞાનિક ચંદ્રયાન પર સતત નજર રાખી રહ્યા છે. વિશ્વની મહાશક્તિઓએ મિશન મૂનને હવા આપવાનું શરૂ કર્યું છે. રશિયાએ મિશન લૂના-25 લોન્ચ કર્યું છે અને ચંદ્રયાન-3 પહેલા ચંદ્રના સાઉથ પોલ પહોંચવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકા ચીનને પાછળ ખદેડીને મિશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીને પણ મિશન મૂનની જાહેરાત કરી છે. વૈજ્ઞાનિકો અનુસાર રશિયા ચંદ્ર પર ખજાનો શોધવા માટે પહેલા પહોંચવા માંગે છે. 

નાસાનું આર્ટેમિસ મિશન
સ્પેસ સાયન્ટિસ્ટ આસિફ સિદ્દિકી અનુસાર નાસાનું આર્ટેમિસ મિશન શરૂ થાય તો તે પણ ચીનની જેમ ચંદ્રની સપાટી પર પહોંચવા માંગશે. આવનારા દિવસોમાં ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીમાં વધારો થશે. વિશ્વભરના દેશો એકબીજા સાથે સમજૂતી કરીને આગળ વધશે.  

ચંદ્ર પર પહોંચવાની હોડ
ચંદ્ર પર પહોંચવાની હોડનું અન્ય એક કારણ પણ છે. ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચીને પાણીની શોધ પણ કરશે. આ કારણોસર સાઉથ પોલ તરફ જ ઉતરવાનું લક્ષ્ય રાખ્યું છે. સમગ્ર વિશ્વની સ્પેસ એજન્સીઓને લાગી રહ્યું છે કે, અંતરિક્ષમાં લાંબી યાત્રા કરવા માટે ચંદ્ર પર સુરક્ષિત લેન્ડિંગ કરીને ત્યાં રોકેટ ફ્યૂઅલ કરવામાં આવી શકે છે. મંગળ મિશન પર જતા સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર લોન્ચ પેડ મળી શકે છે. ચંદ્ર પર પાણી મળે તો પાણીમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન અલગ કરીને ફ્યૂઅલ બનાવવામાં આવી શકે છે. ચંદ્ર પર કિંમતી ખનિજ હોઈ શકે છે, આ કારણોસર ચંદ્ર પર પહોંચવાની હોડ શરૂ થઈ છે. 

ચંદ્ર પર હીલિયમ-3
રિસર્ચ અનુસાર ચંદ્ર પર હીલિયમ-3 છે, જે પૃથ્વી પર ખૂબ જ દુર્લભ છે. નાસા અનુસાર ચંદ્ર પર હીલિયમ-3 છે. યૂરોપીય સ્પેસ એજન્સી અનુસાર પરમાણુ ઊર્જામાં હીલિયમ-3નો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. જેની ખાસિયત છે કે, તે રેડિયોએક્ટીવ નથી હોતું, જેનાથી કોઈ જોખમ ઊભું થતું નથી. ઉપરાંત સ્માર્ટફોન, કમ્પ્યુટર, એડવાન્સ ટેકનોલોજી સાથે જોડાયેલ ખનિજ ચંદ્ર પર ઉપલબ્ધ છે, પરંતુ ચંદ્ર પર ખનન કેવી રીતે થશે, તેની કોઈ યોગ્ય જાણકારી નથી. 

ચંદ્રયાન-3 અને લૂના-24
માનવામાં આવે છે કે, ભવિષ્યમાં પણ આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવશે. જે માટે ચંદ્ર પર જગ્યા શોધવી જરૂરી છે. હાલમાં ચંદ્રયાન-3 અને લૂના-24 મિશન ચંદ્ર પર પહેલા અને પછી પહોંચશે. 21 થી23 ઓગસ્ટ સુધી ચંદ્ર પર બે નવા નવા મિશન સાઉથ પર પહોંચીને ચંદ્રનો ખજાનો પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. ચંદ્રની આસપાસ સતત સ્પેસક્રાફ્ટનો ટ્રાફિક વધી રહ્યો છે. વિશ્વના તમામ દેશ પોતપોતાના મિશનને સફળ બનાવવા માટે આગળ વધી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ચંદ્ર પર પહોંચીને અનેક રહસ્ય જાણવા મળશે, ત્યારપછી ફરી એકવાર તેમાં બદલાવ આવી શકે છે. 

ચંદ્રયાનનું રોવર સાઉથ પોલનું પરીક્ષણ કરશે
ચંદ્રયાનનું રોવર સાઉથ પોલનું પરીક્ષણ કરશે. ચંદ્રયાનનું રોવર ચંદ્રની માટી કેવી છે, તે જાણવાની કોશિશ કરશે, કયા કયા એલિમેન્ટ મળી શકે છે, ચંદ્રના તે ભાગ પર પાણી મળી શકે છે, તે જાણવાની પણ કોશિશ કરવામાં આવશે. સાઉથ પોલ પર એક પ્રકારનું ચંદ્રનું જેકપોટ છે. સમગ્ર વિશ્વના દેશો આ સ્થળ પર પહોંચવા માટે ખૂબ જ આતુર છે. ચંદ્ર પર સાઉથ પોલની પાસે પાણી મળ્યું હતું. સાઉથ પોલ સૂર્યના પ્રકાશથી દૂર રહે  છે. આ કારણોસર વૈજ્ઞાનિકોનું માનવું છે કે, અહીંયા જામી ગયેલ પાણી મળી શકે છે. પાણી ઉપરાંત અન્ય પદાર્થ પણ મળી શકે છે. 

ચંદ્રનું સાઉથ પોલ આટલું જરૂરી શા માટે છે?
ચંદ્ર પર સ્ટડી કરવા માટે સાઉથ પોલ અત્યાર સુધીનો બેસ્ટ પાર્ટ હશે. આ કારણોસર ભારતે ચંદ્રયાનને સાઉથ પોલ પર ફતેહ કરવા માટે કામ પર લગાવી દીધું. ચંદ્રયાને પણ ચંદ્ર પરથી ખજાનો મોકલવાનું શરૂ કર્યું છે. ચંદ્રની કક્ષામાં પહોંચ્યા પછી ચંદ્રયાને ધરતીના સુંદર ફોટોઝ મોકલ્યા છે, આ એ જ ખજાનો છે, જે મેળવવા માટે વિશ્વભરની મહાશક્તિઓ મહેનત કરી રહી છે. વિશ્વ સાઉથ પોલનું રહસ્ય જાણવા માટે આતુર છે.

નિષ્ણાંતોનો મત
નિષ્ણાંતો અનુસાર ચંદ્રના સાઉથ પોલ પર રહસ્યમયી વસ્તુઓ છુપાયેલી છે. જે દેશ તે વસ્તુઓ સૌથી પહેલા મેળવશે, તે ચંદ્રની મહાશક્તિ બનવામાં સફળ થશે. સાઉથ પોલમાં ચંદ્રની સાથે અન્ય રહસ્યમયી વસ્તુઓ પણ છુપાયેલી છે. સાઉથ પોલની આ ખૂબીઓના કારણે રશિયા અને અમેરિકાએ પણ મિશન મૂન શરૂ કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ