બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Central Government's reply to the Supreme Court on the issue of Jammu and Kashmir

સુનાવણી / 'અમે ગમે ત્યારે ચૂંટણી કરાવવા તૈયાર', જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

Priyakant

Last Updated: 01:15 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Article 370 Supreme Court News: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રશ્ન છે, તો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ......

  • જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને કેન્દ્રએ સુપ્રીમમાં જવાબ દાખલ કર્યો
  • સુપ્રીમ કોર્ટમાં 13મા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી
  • કેન્દ્રશાસિત પ્રદેશમાં ગમે ત્યારે ચૂંટણી કરાવવા માટે તૈયાર છીએ: કેન્દ્ર સરકાર 
  • જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ : કેન્દ્ર સરકાર 
  • પરંતુ તેના માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપી શકે તેમ નથી: કેન્દ્ર સરકાર 

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. વાત જાણ એમ છે કે, આજે કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં 13મા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અમે કેન્દ્રશાસિત પ્રદેશમાં ગમે ત્યારે ચૂંટણી કરાવવા માટે તૈયાર છીએ. આ સાથે કહ્યું કે, મતદાર યાદી લગભગ તૈયાર છે પરંતુ પહેલા પંચાયતની ચૂંટણી કરાવવામાં આવશે.

ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત ક્યારે થશે ?
કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ આ અંગે નિર્ણય લેશે. જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં પંચાયતની ચૂંટણી યોજાશે. લેહ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજાઈ ગઈ છે. કારગીલની આ ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાશે. તેમણે સુપ્રીમ કોર્ટમાં એમ પણ કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રશ્ન છે, તો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ તેના માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપી શકે તેમ નથી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને શું પૂછ્યું હતું ? 
આ પહેલા 29 ઓગસ્ટના રોજ યોજાયેલી 12મી દિવસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર કયા સમયમાં ફરીથી રાજ્યનો દરજ્જો મેળવી શકશે. આ અંગે કેન્દ્ર દ્વારા આજે જવાબ દાખલ કરવામાં આવ્યો છે.

રાજ્યની રચના માટે સમયમર્યાદા શું ?
છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, સરકાર જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરશે પરંતુ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. કેન્દ્ર વતી એસજી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ ગુરુવારે આ સંદર્ભમાં સકારાત્મક નિવેદન આપશે. આ દરમિયાન તેણે કોર્ટને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને અસ્થાયી રૂપે બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વહેંચવામાં આવ્યું છે. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે, પરંતુ જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં ફરીથી રાજ્ય બનાવવામાં આવશે.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યમાં ચૂંટણી લોકતંત્ર પુનઃસ્થાપિત કરવા માટે સમયમર્યાદા નક્કી કરવા કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, હાલની વ્યવસ્થા ખતમ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો કાયમી બાબત નથી. આ જટિલ મુદ્દા પર સરકારે આજે કોર્ટમાં પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ