બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / celebs reaction after poonam pandey confirms she alive shardul pandit arti singh aly goni prince narula

મનોરંજન / 'થોડી તો શરમ કરો..' મરવાના મજાક પર સેલેબ્રિટીઓનો પૂનમ પાંડે પર ફૂટ્યો ગુસ્સો, જુઓ કોને શું કહ્યું?

Manisha Jogi

Last Updated: 08:13 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના મૃત્યુની જાણકારી આપવામાં આવી હતી. તમામ લોકો આ બાબતે અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. અલી અને શાર્દુલ સહિત તમામ સેલેબ્સે પૂનમ પાંડેની આ હરકત અંગે રિએક્શન આપ્યું છે.

  • સેલેબ્રિટીઓનો પૂનમ પાંડે પર ફૂટ્યો ગુસ્સો
  • મરવાના મજાક પર કહ્યું 'થોડી તો શરમ કરો..'
  • શાર્દુલ સહિત તમામ સેલેબ્સે આપ્યું રિએક્શન

પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના મૃત્યુની જાણકારી આપવામાં આવી હતી. પૂનમ પાંડેએ વિડીયો શેર કરીને જણાવ્યું છે કે, ‘હું જીવિત છું’. અભિનેત્રીએ ગઈકાલે આ પોસ્ટ કરતા ચર્ચાનો વિષય બની ગઈ હતી. તમામ લોકો આ બાબતે અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. અલી અને શાર્દુલ સહિત તમામ સેલેબ્સે પૂનમ પાંડેની આ હરકત અંગે રિએક્શન આપ્યું છે. 

શાર્દુલ પંડિતે વિડીયો શેર કર્યો
શાર્દુલ પંડિત બિગ બોસ 14માં જોવા મળ્યા હતા. શાર્દુલે વિડીયો શેર કરીને ગુસ્સો જાહેર કર્યો છે અને જણાવ્યું છે કે, ‘પૂનમ પાંડે આ રીતે કરવું યોગ્ય નથી. આ આઈડિયાની સાથે તમને જે પણ વિચાર આવ્યો તે યોગ્ય નથી. આ રીતે કરીને જાગૃતતા ફેલાવવાનો જે પણ આઈડિયા છે તે કૂલ નથી. મને ખૂબ જ દુ:ખ થયું. હું ભગવાનનો આભાર માનું છું કે, તમે જીવિત છો, જે લોકોએ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું તેમના માટે મને ખૂબ જ ખરાબ ફીલ થઈ રહ્યું છે.’

અલી ગોની
અલી ગોનીએ ટ્વિટર પર જણાવ્યું કે, ‘આ એક ખૂબ જ ગંદો સ્ટંટ હતો... જો તમને એવું લાગી રહ્યું હોય કે આ બધુ એક રમત છે. તમારો અને તમારી પીઆર ટીમનો બહિષ્કાર કરવો જોઈએ. તમારા પર મને શરમ આવે છે...’

આરતી સિંહ પોસ્ટ
આરતી સિંહે પોસ્ટ શેર કરીને લખ્યું કે, ‘આ ખૂબ જ ધિક્કારવાલાયક છે. આ જાગૃતતા નથી, મેં કેન્સરના કારણે મારી માતા અને પિતાનો સાથ ગુમાવ્યો છે. મારી મમ્મી ડોકટરને કહેતી હતી કે, મને બચાવી લો. મારું બાળક હમણાં જ જન્મ્યુ છે અને મારે એક વર્ષનો દીકરો છે. તમે જાગૃતતા નહીં અસત્ય ફેલાવી રહ્યા છો. હોસ્પિટલ જઈને લોકોને જુઓ, લોકો જીવન સામે જંગ લડી રહ્યા છે.’

પ્રિંસ નરૂલાની પોસ્ટ
પ્રિંસ નરૂલાને પૂનમ પાંડેની આ હરકત બિલ્કુલ પણ પસંદ આવી નથી. પ્રિંસ નરૂલાએ પોસ્ટ કરીને જણાવ્યું છે કે, ‘મને નથી ખબર કે, પૂનમ પાંડેએ આ બરાબર કર્યું કે ખોટું, પણ મારા માટે તદ્દન ખોટું છે. મને શરમ આવે છે કે, ઈન્ડસ્ટ્રીમાં આવા લોકો પણ છે, જેમણે સ્ટંટ માટે આ બધુ કરવું પડે છે. મને એવું લાગે છે કે, મેં કાલનો દિવસ વેસ્ટ કરી દીધો.’

કુશાલ ટંડન પોસ્ટ
કુશાલ ટંડને પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, ‘કોઈ પોતાના જ મોતની ખબર કેવી રીતે ફેલાવી શકે.’ 

વધુ વાંચો: ફરીવાર મહાદેવની ભક્તિમાં અક્ષયકુમાર લીન, ગાયું 'શંભુ' ગીત, કર્યું તાંડવ, જાણો ક્યારે થશે રિલીઝ

રાખી સાવંતનું રિએક્શન
રાખી સાવંતે વિડીયો શેર કરીને જણાવ્યું છે કે, ‘આ ખૂબ જ ગંદો પ્રેંક છે. આવું ના કરવું જોઈએ. પૂનમ પાંડેની આ હરકતથી લોકો ખૂબ જ દુખી છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ