બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:56 PM, 3 February 2024
ADVERTISEMENT
અક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત મ્યૂઝિક વીડિયો માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાલ અક્ષય પોતાની અપકમિંગ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયા'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. એક્ટર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
ADVERTISEMENT
અક્ષય હંમેશા પોતાના ફેંસને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને અપડેટ શેર કરતા રહે છે. આ બધાની વચ્ચે અક્ષય કુમારનો એક નવો મ્યૂઝિક વીડિયો આવવાનો છે જે ભગવાન શિવ પર હશે. એક્ટર અક્ષય કુમારે પોતાના શિવ અવતારની સાથે ગીત 'શંભૂ'નું મોશન પોસ્ટર શેર કરતા પહેલો લુક પણ શેર કર્યો છે.
મહાદેવ બની છવાયા અક્ષય કુમાર
આ વખતે અક્ષય કુમાર કોઈ રોમેન્ટીક નહીં પરંતુ ભક્તિથી ભરેલા ગીતમાં જોવા મળશે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાના અપકમિંગ મ્યૂઝિક વીડિયો 'શંભૂ'નું ટીઝર જાહેર કર્યું છે.
વધુ વાંચો: હવે અક્ષય કુમાર પણ ડીપફેકનો શિકાર બન્યો, Video વાયરલ, લઇ શકે છે લીગલ એક્શન
અક્ષય કુમારના 'શંભૂ' મ્યૂઝિક વીડિયોના મોશન પોસ્ટને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોને અક્ષયનો શિવ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફિલ્મ 'OMG-2' બાદ એક વખત ફરી ભગવાન શિવના રૂપમાં અક્ષય કુમાર જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.