ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / cbi raids 15 locations in delhi and bihar related to lalu yadav

મુશ્કેલી વધી / હજુ થોડા વખત પહેલા જ જામીન પર છૂટેલા, હવે ફરી લાલુની ફરતે કસાયો ફંદો, 15 ઠેકાણે CBI નાં દરોડા

Published By: Mayur

Last Updated: 10:09 AM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. CBI 15 જેટલા ઠેકાણે રેડ કરી રહી છે.

ADVERTISEMENT

  • લાલુ યાદવની મુશ્કેલી વધી 
  • 15 સ્થળોએ CBI ના દરોડા 
  • હજુ થોડા સમય અગાઉ જમીન પર છૂટયા હતા 

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રાસલ યાદવની મુશ્કેલી વધી ગઈ છે.

દીકરી પણ CBI ની ઝપેટમાં 

તેમની સાથે તેમની પુત્રી પણ સીબીઆઈની કાર્યવાહીની ઝપેટમાં આવી છે. સીબીઆઇએ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.

15 સ્થળે દરોડા

ભ્રષ્ટાચારના આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટના (હાલમાં રાબડી)ના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.

'રેલ્વે નોકરી માટે જમીન કૌભાંડ' 

આ સિવાય સૂત્રોએ આપેલી માહિતી અનુસાર 'રેલ્વે નોકરી માટે જમીન કૌભાંડ' સંબંધિત કેસમાં લાલુ યાદવ સામે નવો કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે. 

થોડા દિવસ પહેલા જ મળ્યા હતા જામીન 

આપને જણાવી દઈએ કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા. જામીન બાદ, તેમણે થોડા દિવસો માટે AIIMSમાં પોતાનો ઈલાજ કરાવ્યો, ત્યારબાદ તે તેની મોટી દીકરી મીસા ભારતીના ઘરે છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Gujarati News Lalu Prasad Yadav cbi raid ગુજરાતી ન્યૂઝ lalu prasad yadav

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ