બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / CBDT notifies e appeals scheme 2023

કરદાતાઓને રાહત / ટેક્સપેયર્સ માટે સરકારે શરુ કરી આ યોજના, TDS-TCS લેવામાં રહેશે સરળતા, IT ઓફિસના ધક્કા નહીં ખાવા પડે

Hiralal

Last Updated: 03:02 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ટેક્સપેયર્સની સુવિધા માટે ઈ-અપીલ સ્કીમ લોન્ચ કરી છે.

  • CBDTએ ઈ-અપીલ સ્કીમ લોન્ચ કરી
  • આઈટી રિટર્ન સંબંધિત ફરિયાદો ઓનલાઈન કરી શકાશે
  • TDS-TCS લેવામાં રહેશે સરળતા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ એક નવી સુવિધા શરૂ કરી છે. CBDTએ ઈ-અપીલ સ્કીમ લોન્ચ કરી છે, જેની જાહેરાત આ વર્ષના બજેટ (બજેટ 2023)માં કરવામાં આવી હતી. ઈ-અપીલ સ્કીમ હેઠળ, ટીડીએસ અને ટીસીએસ સંબંધિત અપીલ અથવા સ્રોત પર એકત્રિત કરની અપીલ ઓનલાઇન કરી શકાય છે અને તેનો ઉકેલ પણ ઓનલાઈન કરી દેવાશે. 

ઝડપી બનશે  ટીડીએસ અને ટીસીએસ સંબંધિત ફરિયાદોનો ઉકેલ 
એક વાર ઓનલાઈન ફરિયાદો કે અપીલ થયા બાદ તે જોઈન્ટ કમિશનર (અપીલ) સુધી પહોંચશે. ત્યારબાદ તેઓ આ અપીલોનો નિકાલ કરી શકશે અથવા તેમને ફાળવી શકશે અને તેમને સ્થાનાંતરિત પણ કરી શકશે. આ પ્રક્રિયાથી ટીડીએસ અને ટીસીએસ સંબંધિત ફરિયાદોના નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે.

ટેક્સપેયર્સ ગમે ત્યાંથી અરજી કરી શકશે 
જોઇન્ટ કમિશનર (અપીલ) પાસે કારણદર્શક નોટિસ ફટકારવાની અને સંબંધિત કાયદાઓ હેઠળ દંડ લાદવાની સત્તા પણ હશે. પરંતુ ફિઝિકલ મીટિંગના અભાવે તેમને સમન્સ ઇશ્યૂ કરવાની કોઇ સત્તા રહેશે નહીં.  અપીલકર્તાની વ્યક્તિગત સુનાવણીની અપીલ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. કર અધિકારીઓ દ્વારા જારી કરાયેલા આકારણી આદેશ સામે, અપીલકર્તાઓ તેમના કેસના સમાધાન માટે ગમે ત્યાંથી અરજી કરી શકશે અને સુનાવણીમાં હાજર રહી શકશે.

કરદાતાઓને રાહત મળશે
ઇ-અપીલ સ્કીમમાં વીડિયો કોન્ફરન્સિંગનો સમાવેશ કરવામાં આવશે. આ ટેકનોલોજીનો લાભ લઈને આ યોજનાનો હેતુ અપીલ પ્રક્રિયામાં સામેલ કરદાતાઓને સુવિધા પૂરી પાડવાનો અને તેમના માટે સુલભતા વધારવાનો છે. આ સાથે કરદાતાઓને આવકવેરાની કચેરીમાં જવું નહીં પડે.

કેન્દ્ર સરકારે ફાઈનાન્સ બિલમાં કર્યા ફેરફાર
કેન્દ્ર સરકારે ફાઈનાન્સ બિલમાં સુધારો કરીને નવા જોઈન્ટ કમિશનર (અપીલ)ને આવકવેરા કાયદામાં સામેલ કરી દીધા છે. સીબીડીટી આ હેતુ માટે આવકવેરા વિભાગના સંયુક્ત કમિશનરની પોસ્ટ પર લગભગ 100 લોકોની ભરતી કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ