ન્યૂઝ અપડેટ્સ
VTV / VTV વિશેષ / હત્યાનો એક વિચિત્ર કેસ, જેમાં હત્યારાના સપોર્ટમાં આવ્યો આખો દેશ! નહેરૂ-રામ જેઠમલાણી સાથે પણ છે ખાસ કનેક્શન
Last Updated: 07:48 AM, 15 June 2026
ADVERTISEMENT
વર્ષ 1959, અને કહાની છે પ્રેમ, દગો અને ન્યાય વચ્ચે ફસાયેલા એક એવા કેસની જેને મુંબઈની આખી સિસ્ટમ હલબલાવી મૂકેલી. વાત થઇ રહી છે નાણાવટી કેસની, નાનાવટી જે પોતે ભારતીય નૌસેનામાં હતા લેફ્ટિનન્ટ કમાન્ડર. એક એવા કમાન્ડર જે પરિવારની સાથે-સાથે પોતાની ફરજને પણ એટલો જ પ્રેમ કરતા. પત્નીનું નામ હતું સિલ્વિયા, જે મૂળ અંગ્રેજ હતી, સાથે કૂમળાં ફૂલ જેવાં ત્રણ બાળકો પણ હતા. પરંતુ જ્યારે-જ્યારે નાણાવટી દરિયાકિનારે તૈનાત રહેતા, તો સિલ્વિયા એકલી પડી જતી. કદાચ તેમની વચ્ચેનું આ અંતર જ તેમના જીવનમાં એક દિવાલ બનીને ઊભી થઇ જાય છે, અને થાય છે પણ એવું.
ADVERTISEMENT
...અને પત્નીએ જે જવાબ આપ્યો!
જ્યારે લાંબી પોસ્ટિંગ બાદ નાણાવટી પોતાના ઘરે રિટર્ન ફરે છે, ત્યારે તેમને સપનેય નહોતું વિચાર્યું એવું દ્રશ્ય નજર સમક્ષ જોવા મળ્યું. ના કોઇ વાતચીત, ના કોઇ કામમાં રસ, પત્નીના હાવભાવ એવા બદલાઇ ગયા, કે નાણાવટી તો શું, ગમે તેવા પતિને ડાઉટ પડી જાય. આખરે મોકો જોતા જ નાણાવટીએ સિલ્વિયાને પૂછી લીધું, 'કે કેમ તારો વ્યવહાર બદલાઇ ગયો? નથી કામમાં રસ, કે ના કોઇ વાતચીત કરવી, થયું છે શું એ તો જણાવ.' અને પછી પત્નીએ જે જવાબ આપ્યો, સાંભળતા જ લેફ્ટિનન્ટ કમાન્ડર નાણાવટીને તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઇ. તમે વિચારતા હશો કે એવું તે શું કહી દીધું કે, નાણાવટીની આંખો પહોળી થઇ ગઇ. તો હતું એવું કે સિલ્વિયાનું બીજે ક્યાંક અફેર ચાલી રહેલું. પરંતુ તે હતું કોણ એવો સવાલ તમને થતો હશે. તો એ કોઇ જેવી-તેવી વ્યક્તિ નહોતી, તે હતો મુંબઈનો એક કરોડપતિ બિઝનેસમેન, નામ હતું 'પ્રેમ આહૂજા'.
ADVERTISEMENT

આ પણ વાંચો: 'Sorry આન્ટી, મેને આપકો દેખા નહીં', અને લેડી ક્રિમિનલે ઘડી કાઢી મોતની સ્ક્રિપ્ટ, કહાની કમકમાટીભરી
ADVERTISEMENT
પતિના સવાલથી અકળાયેલી સિલ્વિયાએ આખરે કબૂલી લીધું કે, 'હા છે લફરું.' આ સાંભળતા જ નાણાવટીની આંખોમાંથી જાણે અશ્રુધારા વહેતી હોય તેમ આંસુ ટપકવા લાગ્યા. બસ પછી શું, વાઢો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ નાણાવટીની થઇ ગઇ. સાથે બે ઘડી તો જાણે મગજ કામ કરતું બંધ ના થઇ ગયું હોય એમ સ્તબ્ધ થઇને સિલ્વિયાને એકીટશે જોઇ રહ્યાં અને અચાનક શું થયું, હાથમાં ઉપાડી સરકારી રિવોલ્વર, અને નીકળી પડ્યાં, એ પણ ક્યાં, કોઇ આત્મઘાત પગલું ભરવા નહીં, પરંતુ પ્રેમ આહુજાના ઘર તરફ. પછી થઇ જોવાજેવી.

ADVERTISEMENT
લાલચોળ આંખો, ચહેરા પર ગુસ્સો, હાથમાં રિવોલ્વર સાથે લેફ્ટિનન્ટ કમાન્ડર નાણાવટી તો પહોંચી ગયા સિલ્વિયાના બોયફ્રેન્ડ આહુજાના ઘરે. પાછું રહી જતું તું, તો ભાઇ પણ ઘરે જ હતા. જાણે યમરાજાએ જીવનનો અંતિમ દિવસ પણ આજે જ ના નક્કી કર્યો હોય, કારણ કે થયું પણ એવું જ. ત્યાંજ નાણાવટી-આહુજા વચ્ચે ગરમાગરમી જામી. જોતજોતામાં જ નાણાવટીએ આહુજાને કર્યો ધારદાર સવાલ. પૂછ્યું 'સિલ્વાસા સાથે લગ્ન કરીશ?' પરંતુ હાથમાં રિવોલ્વર, લાલચોળ આંખો જોતા જ નાણાવટી સમક્ષ આહુજા કંઇ બોલી શક્યો નહીં. ત્યાંજ નાણાવટીએ રિવોલ્વરમાંથી ધડાધડ ત્રણ ગોળીઓ ધરબી દીધી, અને આહુજા ઢળી પડ્યો.

ADVERTISEMENT
અસલી સીન તો ત્યારે જામ્યો કે આ Live દ્રશ્ય પ્રેમની બહેને નજર સમક્ષ જોયેલું, કારણ કે એ સમયે તે ઘરે જ હતી. જોકે સદનસીબે નાણાવટીએ આહુજાની બહેનને કોઇ જ નુકસાન નહોતું પહોંચાડ્યું. કારણ કે પળભરનો વિચાર કર્યા વગર નાણાવટી જાતે જ પોલીસ સ્ટેશન પહોંચ્યા, અને ગુનો કબૂલ કરી લીધો. એય પાછું કેવી રીતે, શાંતિથી, ના ચહેરા પર કોઇ ખૌફ, ના શ્વાસના ધબકારા થંભેલા, તોય બિન્દાસ્ત પોલીસ સ્ટેશન જઇને પગ પર પગ ચડાવી પાણી પીતા પીતા નાણાવટીએ કબૂલ્યું કે, 'સાહેબ, હું હત્યા કરીને તમારે ત્યાં આવ્યો છું.' આ સાંભળતા જ પોલીસ તો અવાક થઇ ગઇ કે આ શું કહી રહ્યાં છે? મર્ડર કરીને આવ્યો છું! તોય સહેજ પણ ડર વગર પોલીસ સમક્ષ ગુનો કબૂલી લીધો. કહેવું પડે. બસ પછી તો પોલીસ ત્યાંથી સીધી ઘટનાસ્થળે પહોંચી અને જઇને જોયું તો ઘરમાં એક લાશ પડેલી, એપણ લોહીથી લથપથ, છાતી પર ગોળીના ઘા. બાજુમાં પ્રેમની બહેન પણ ઊભેલી. આ જોતા જ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી અને નાણાવટીને જેલભેગાં ધકેલી દીધા.

ADVERTISEMENT
જ્યુરી ટ્રાયલે નાણાવટીને ગણાવ્યા નિર્દોષ
હવે મામલો પહોંચ્યો કોર્ટમાં. કલમ 302 અંતર્ગત નોંધાયો હત્યાનો ગુનો. કરાયો જ્યુરી ટ્રાયલ. એ પણ કેવો, જ્યૂરીમાં હતા નામચીન લોકો, જેઓએ નાણાવટીને ગણાવ્યા નિર્દોષ. પક્ષમાં નાણાવટીને ગણાવ્યા એક ઇમાનદાર અને સમર્પિત અધિકારી, જેઓએ પત્નીના સમ્માનનો ખ્યાલ રાખ્યો. બીજી તરફ પ્રેમ આહૂજાને ગણાવ્યો લુચ્ચો અને સ્વાર્થી. જોકે આ કેસમાં એક એવી વ્યક્તિની એન્ટ્રી થઇ જેને કેસને નામચીન કરી નાખ્યો. ખુદ સુપ્રીમ કોર્ટના વિખ્યાત એડવોકેટ રામ જેઠમલાનીએ પણ આ કેસમાં રસ લીધો. પરંતુ સીધા પક્ષકાર તરીકે નહીં, આહૂજાની બહેનની લીગલ ટીમમાં તેઓ સામેલ હતા. એમાંય રામ જેઠમલાનીએ જે તર્ક લગાવ્યા, કોર્ટ તો શું, આખો દેશ વિચારતો રહી જતો.
જેઠમલાનીની દલીલોએ આખો કેસ ફેરવી કાઢ્યો
આહૂજાના પક્ષમાં જેઠમલાનીએ એવી દલીલો મૂકી કે જાણે નાણાવટીનો કેસ લૂલો ના પડી ગયો હોય. જેઠમલાનીએ કહ્યું 'જો ઝપાઝપી બાદ ગોળીઓ ચલાવાઇ, તો ગોળી વાગ્યા બાદ પણ આહુજાનો ટુવાલ કેમ કમરે બાંધેલો?', આ એક દલીલે ડિફેન્સનો પક્ષ વીક પાડી દીધો અને બૉમ્બે હાઇકોર્ટે ફટકારી આજીવન કેદ. જોકે થોડા જ કલાકોમાં બોમ્બેના રાજ્યપાલે એક અભૂતપૂર્વ આદેશ જાહેર કર્યો, કે જ્યાં સુધી દોષિતની અપીલ પર સુપ્રીમ કોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી આજીવન કેદની સજા સ્થગિત રહેશે. પરંતુ સુપ્રીમ ચુકાદાએ તો આખા દેશને ચોંકાવી દીધા. કારણ કે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના નિર્ણયને સમર્થન નહીં, જાકારો દીધો અને નાણાવટીને કરાયા જેલભેગાં.

હવે રાજ્યપાલના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાએ દેશના લોકોને એવાં ચોંકાવી દીધા કે સવાર-સવારમાં આવતા ન્યૂઝપેપરને ખરીદવા લોકો પડાપડી કરવા લાગ્યા. જેની કિંમત 25 પૈસા હતી, તે 2-2 રૂપિયામાં વેચાવા લાગ્યા. ન્યૂઝપેપર ખરીદવા લોકો છેક ક્યાંય સુધી લાઇનો લગાવતા. જાણે કોઇ ગિફ્ટ વિતરણ કરાતું હોય. બીજી તરફ કેસ એટલો મજબૂત બન્યો કે, કોર્ટની બહાર ખાલી નાણાવટીને જોવા માટે મહિલાઓ સજીધજીને રૂપસુંદરી બની જોવા માટે આવતી. જોકે 1963માં નાણાવટીને જામીન અપાયા, કારણ હેલ્થ ઇશ્યુ. અને એક જ વર્ષ (1964) માં એ સમયના બોમ્બે ગવર્નર સહિત પંડિત જવાહરલાલ નહેરૂના બહેન વિજયલક્ષ્મી પંડિતે નાણાવટીને માફી દઇ દીધી. સૌને નવાઇ તો ત્યારે લાગી કે જ્યારે ખુદ પ્રેમ આહુજાની બહેને તેને માફી આપવાની ભલામણ કરી અને નાણાવટીને કરાયા જેલમુક્ત.
પછી શું, નાણાવટી સિલ્વિયા તથા બાળકોને લઇ કેનેડા ચાલ્યા ગયા. જ્યાં સુખશાંતિથી તેઓએ જીવન પસાર કર્યું. અને જોતજોતામાં જ 39 વર્ષમાં જ નાણાવટીનું નિધન થઇ ગયું. જોકે આ કેસ એક ઐતિહાસિક કેસ તરીકે ઓળખાયો કારણ કે આ પ્રથમ એવો કેસ હતો કે જેની પૂર્ણાહુતિ બાદ જ્યુરી ટ્રાયલ કાયમ માટે ભારતમાં બંધ કરી દેવાઇ. સાથે આ પ્રથમ એવો કેસ હતો કે, જેમાં જનતા આરોપીને નિર્દોષ જાહેર કરાય તેવી માંગ કરતા. જ્યારે હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટે તેને દોષી જાહેર કરાર કર્યો. પરંતુ એ સમયની નેહરૂ સરકારે નાણાવટીને નિર્દોષ જાહેર કર્યા.

જેના નામે ફિલ્મ પણ બની, વેબ સિરીઝ પણ ચાલી
નાણાવટીનો આ કેસ એસમયે દેશભરમાં એટલો પ્રચલિત બન્યો કે તેની પર તો એક ફિલ્મ પણ બની ગઇ, જેનું નામ છે 'રૂસ્તમ', અને નાણાવટીનો રોલ ભજવેલો અક્ષય કુમારે.

અરે માત્ર ફિલ્મ નહીં, વેબસિરીઝ પણ બની ગઇ છે. જેનું નામ હતું 'The Verdict - State Vs Nanavati'. આ માત્ર એક હત્યા નહોતી - પરંતુ ભારતીય ન્યાય પ્રણાલી તેમજ સમાજની વિચારસરણીનો એક અરીસો હતો, જેને કાયદાકીય દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT