બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / cars tata nexon vs maruti brezza october 2023 car sales report price features

ઓટો મોબાઇલ / 6 એરબેગ, 5 સ્ટાર સેફ્ટી, 26 કિમીની એવરેજ, કિંમત 10 લાખથી પણ ઓછી..., આખરે લોકો કેમ વળી રહ્યાં છે TATAની આ કાર તરફ

Arohi

Last Updated: 04:15 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cars Tata Nexon: એસયુવી કારોના વધારે વિચાણનું મોટુ કારણ એ છે કે આ કારો હવે હેચબેકની કિંમત પર મળે છે. અને સારી સેફ્ટી પણ મળે છે.

  • ટાટાની આ કાર લોકપ્રિય 
  • 10 લાખ કરતા પણ ઓછી છે કિંમત 
  • જાણો શું છે ફિચર્સ

ભારતમાં કોમ્પેક્ટ એસયુવી કારોનું જબરદસ્ત વેચાણ ચાલી રહ્યું છે. લોકો સ્પેસ, કમ્ફર્ટ અને એક મોટી ગાડીના લુક માટે એસયુવી ખરીદવાનું વધારે પસંદ કરે છે. એસયુવી કારોના વધારે વિચાણનું મોટુ કારણ એ છે કે આ કારો હવે હેચબેકની કિંમત પર મળે છે. અને સારી સેફ્ટી પણ મળે છે. 

જો કોમ્પેક્ટ એસયુવીની વાત કરવામાં આવે તો પાછલા ઘણા વર્ષોથી મારૂતિ બ્રેઝા એક સેગમેન્ટને લીડ કરી રહી હતી. પરંતુ હવે તેને બજારમાં ઉપલબ્ધ અન્ય કારો સાથેથી પણ તગડો પડકાર મળી રહ્યો છે. 

આ સેગમેન્ટની કારોમાં હવે સારા ફિચર્સ, એન્જિન અને પરફોર્મન્સ આપવાનું એવું કોમ્પીટિશન ચાલી રહ્યું છે કે કંપનીઓ આ કારોને ઘણી વખત અપડેટ કરી ચુકી છે. હાલમાં જ નવા અવતારમાં લોન્ચ થયેલી એક એસયુવી બ્રેઝાને જબરદસ્ત ટક્કર આપી રહી છે. 

ટાટા નેક્સન ખૂબ જ લોકપ્રિય 
ભારતીય બજારમાં ટાટા નેક્સનનું ખૂબ જ વેચાણ ચાલી રહ્યું છે. ગયા મહિને એસ યુવીએ વેચાણના મામલામાં નંબર-1 પર રહેનાર બ્રેઝા એસયુવીને પાછળ છોડી દીધી છે. ઓક્ટોબર 2023માં બ્રેઝા 16,050 યુનિટ્સ વિચ્યા. 

જ્યારે નેક્સાનના 16,887 યુનિટ્સના વેચાણ નોંધાયા. જણાવવામાં આવી રહ્યું છે કે નેક્સોનનું ફેસલિફ્ટ મોડલ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. નવા અવતારમાં આ એસયુવી હવે વધારે આકર્ષક થઈ ગઈ છે. 

પોતાના નવા વર્ઝનમાં આ એસયુવી ગ્લોબલ એનસીએપી ક્રેશ ટેસ્ટમાં સેફ્ટી માટે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ લઈને આવી છે. નેક્સોન પોતાની સેફ્ટી રેટિંગના કારણે દેશભરમાં પહેલાથી જ લોકપ્રિય છે. ટાટા નેક્સોની કિંમત 8.10 લાખ રૂપિયાથી શરૂ થઈને 15.50 લાખ રૂપિયા સુધી જાય છે. 

પેટ્રોલ અને ડિઝલ બન્ને યુનિટ 
ટાટા નેક્સનમાં પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જિન વિકલ્પ મળે છે. તેમાં પહેલું 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન છે જે 120 બીએચપી પાવર અને 170 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. ત્યાં જ બીજુ 1.5 લીટર ડીઝલ એન્જિન છે જે 115 બીએચપી પાવર અને 260 એનએમ ટોર્કનું આઉટપુટ આપે છે. 

ટ્રાન્સમિશન વિકલ્પમાં 5-સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ મેન્યુઅલ, 6-સ્પીડ એએમટી અને એક નવું 7-સ્પીડ ડુઅલ ક્લચ ટ્રાન્સમિશન શામેલ છે. ડીઝલ યુનિટની સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ એએમટીનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નેક્સોનમાં 25 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેટ મળવાનો દાવો કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ