બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Can't sleep Keep this thing on your chest before going to bed, you will fall into a deep sleep

અનિદ્રા પીડિતો જાણજો / ઊંઘ નથી આવતીને? સુતા પહેલા છાતી પર રાખી દેજો આ ચીજ,ગાઢ ઊંઘ આવી જશે

Hiralal

Last Updated: 06:34 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુતા પહેલા છાતી પર 15 મિનિટ બર્ફ રાખવાથી ઘસઘસાટ ઊંઘી આવી જાય છે તેવો નુસખો ડોક્ટર એલન મેન્ડલે આપ્યો છે.

  • અનિદ્રાથી પીડાતા લોકો માટે કામની ખબર
  • સુતા પહેલા છાતી પર રાખી દેશો બર્ફ
  • થોડી વારમાં આવી જશે ગાઢ નિદ્રા
  • ડૉ. એલન મેન્ડેલ આપ્યો આ નુસખો

અનિદ્રા આજના સમયની મોટી સમસ્યા છે. તણાવ, ચિંતા અને કાર્યસ્થળ અને તેમના અંગત જીવન વચ્ચે સંતુલન ન હોવાને કારણે ઘણા લોકોની રાત કાળી બની રહેતી હોય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ થાકી જાય છે, તેને વધુ ગુસ્સો આવવા લાગે છે, તે પરેશાન થવા લાગે છે. આ માટે લોકો ડોક્ટરોને બતાવે છે, વિવિધ પ્રકારની થેરાપી લે છે. પરંતુ હાલમાં જ એક ડોક્ટરે જણાવ્યું કે છાતી પર બરફ રાખવાથી તમને સારી ઊંઘ આવી શકે છે.

15 મિનિટ માટે છાતી પર આઈસ પેક રાખો

ડૉ. એલન મેન્ડેલ, તેમના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લોકો વચ્ચે વીડિયો શેર કરતા રહે છે. તેની ચેનલનું નામ છે મોટિવેશનલ ડોક, આમાં તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે બરફ કેવી રીતે આપણને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. તે કહે છે કે એક પેકેટમાં બરફ નાખીને સૂતા પહેલા તેને છાતી પર રાખો. એલન સમજાવે છે કે આ આઈસ પેક છાતીની વચ્ચે રાખવાનો છે. તેમણે લોકોને સલાહ આપી કે તેને કોઈ કપડાથી બાંધીને અથવા પેકેટમાં નાખીને પછી તેને છાતી પર રાખો.

 બરફ શરીરની વેગસ નર્વ સક્રિય કરે છે જે ગાઢ નિંદ્રા લાવે છે 
એલન મેન્ડેલ કહે છે કે છાતી પર બરફ રાખવાથી આપણા શરીરની વેગસ નર્વ સક્રિય થાય છે. સૌ પ્રથમ તે તમને શાંત કરે છે. શરીરમાંથી તણાવ ઓછો થાય છે, તણાવ ઓછો અનુભવ્યા પછી આપમેળે ઊંઘ આવવા લાગે છે. તો તમે પણ આ અજમાવી શકો છો.  આપણા શરીરમાં રહેલી વેગસ નર્વનો સીધો સંબંધ આપણી ઊંઘ અને નર્વસ સિસ્ટમ સાથે છે. જો આપણે તેને આરામ આપીએ અને સારી ઊંઘ આવવાની શક્યતા વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ