બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Candidates who failed in the race should continue preparations: Minister of State for Home Affairs Sanghvi made a big announcement regarding recruitment
ParthB
Last Updated: 01:09 PM, 29 January 2022
ADVERTISEMENT
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન
ADVERTISEMENT
રાજ્યમાં પોલીસ ભરતીને લઇને ગૃહ વિભાગ દ્વારા મહત્વનું પગલું લેવાયું છે. ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા વીડિયો સિરીઝ લોન્ચ કરાઇ છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, પોલીસ ભરતીમાં જે ઉમેદવારો દોડમાં થોડીઘણી સેકન્ડથી રહી ગયા છે તે તૈયારી ચાલુ જ રાખજો, સરકાર ટૂંક સમયમાં નવી ભરતી લાવી રહી છે.આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શક રીતે ભરતી થાય તેવો અભિગમ અપનાવ્યો છે. જે માટે ભરતીમાં ટાઈમિંગ ચીપ માટે બેસ્ટ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ સાથે તેમણે અપીલ કરી હતી કે, ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારો કોઈ લેભાગુ લોકોનો સંપર્ક ન આવે. આ સાથે નોકરીની લાલચ આપીને રૂપિયા લેનારા લોકો સામે પગલા લેવાયા છે. ભરતીમાં અમે કોઈની પણ મદદ ન કરી શકીએ તેમણે જણાવ્યું હતું કે, સિરિઝના માધ્યમથી ઉમેદવારોને મદદ મળશે પરીક્ષાની તૈયારીને લઈને માર્ગદર્શન મળશે સંપૂર્ણ પારદર્શકતાથી પરીક્ષાની તૈયારીઓ થઈ રહી છે.
LRD, PSIની લેખિત પરીક્ષાની તૈયારીઓ માટે આ સિરીઝ લોન્ચ કરાશે
આ અંગે રાજ્યનાં DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ જણાવ્યું હતું કે, LRD, PSIની લેખિત પરીક્ષાની તૈયારીઓ માટે આ સિરીઝ લોન્ચ કરાશે. ઉમેદવારોની શારીરિક તેમજ માનસિક સ્થિતિ સહિતનાં મુદ્દાઓ તેમાં આવરી લેવાશે. લેખિત પરીક્ષાની તૈયારીઓનાં તમામ મુદ્દાઓ તેની અંદર આવરી લેવાશે. મહત્વનું છે કે, ફેબ્રુઆરી મહીનામાં પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે.’ વધુમાં તેમણે જણાવ્યું કે, ‘પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે સાડા ચાર લાખ ફોર્મ ભરાયાં છે. 3 ડિસેમ્બરમાં શારીરિક કસોટી લેવાઈ હતી જેમાં 2.50 લાખ ઉમેદવારો હાજર રહ્યાં હતાં અને 28 ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. જેમાં 96 હજાર શારીરિક કસોટીમાં પાસ થયા છે. જેમાં 20 હજાર મહિલાઓ છે અને 75 હજાર પુરુષ ઉમેદવારો સામેલ છે.’
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.