બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મળ કાળાશ પડતું આવી રહ્યું હોય તો ચેતજો, આ જીવલેણ રોગના લક્ષણ, તાત્કાલિક કરો આ કામ

સ્વાસ્થ્ય.. / મળ કાળાશ પડતું આવી રહ્યું હોય તો ચેતજો, આ જીવલેણ રોગના લક્ષણ, તાત્કાલિક કરો આ કામ

Last Updated: 05:38 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટનું કેન્સર એક ખતરનાક અને જીવલેણ રોગ છે. આજકાલ દરેક બીજી વ્યક્તિ સાથે આવું થાય છે. શરૂઆતમાં તેના લક્ષણો ખૂબ જ સામાન્ય દેખાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ દેખાય છે, પરંતુ જો તમે તેને હળવાશથી લેતા હોવ તો તે ગંભીર સમસ્યા બની શકે છે.

આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી નથી રાખી શકતા અને તેના પગલે કેટલીકવાર મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. સારું સ્વાસ્થ્ય દરેક વ્યક્તિ માટે ખુબ જરૂરી છે. સારા સ્વાસ્થ્ય માટે કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. પેટના કેન્સરને ગેસ્ટ્રિક કેન્સર પણ કહેવામાં આવે છે. આ કેન્સર ખૂબ જ સામાન્ય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આવું પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધુ થાય છે.

gastric-cancer

આ કેન્સરના શરૂઆતમાં લક્ષણો ખૂબ જ સામાન્ય દેખાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ દેખાય છે, પરંતુ જો તમે તેને હળવાશથી લેવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની શકે છે. તે એક ખતરનાક અને જીવલેણ રોગ બની શકે છે. બ્લેક સ્ટૂલ કેટલાક કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. બ્લેક સ્ટૂલ અન્ય ઘણી વસ્તુઓને કારણે થઈ શકે છે. જે લોકોને હ્રદય સંબંધિત બીમારીઓ હોય છે તેઓના મળનો રંગ પણ કાળો હોઈ શકે છે.

stomach.jpg

પેટના કેન્સરના 5 લક્ષણો

  • અપચો અને હાર્ટબર્ન

છેલ્લા ઘણા સમયથી અપચો અને હાર્ટબર્નથી પીડાઈ રહ્યા છો અને જો તમે દવા લેવાથી પણ ઠીક નથી થતા તો તે પેટના કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

  • ઝડપથી ભરાઈ જવું

જો થોડું ખાધા પછી પણ તમારું પેટ ભરેલું લાગે છે, તો આ પેટના કેન્સરની શરૂઆતની નિશાની હોઈ શકે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની શકે છે.

  • ભૂખ ન લાગવી અને વજન ઘટવું

જો તમને ભૂખ ન લાગે અને ખોરાક ખાધા પછી પણ વજન ન વધતું હોય તો તે પેટના કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

  • પેટમાં દુખાવો

પેટના ઉપરના ભાગમાં દુખાવો એ પેટના કેન્સરના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

  • ઉલટી અને લોહીની ઉલટી

જો કંઈપણ ખાધા પછી લોહીની સાથે સતત ઉલ્ટી થતી હોય તો તે ગંભીર કેન્સરની નિશાની હોઈ શકે છે. સમયસર તેને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

stomach-pain-1.jpg

પેટના કેન્સરના લક્ષણો

  • ગળવામાં મુશ્કેલી
  • કાળાશ પડતું મળ
  • થાક અને નબળાઇ

વધુ વાંચો : ભરપૂર એનર્જી આપે છે આ 7 સુપર ફૂડ, સુસ્તી-થાકને દૂર કરી શરીરમાં લાવશે સ્ફૂર્તિ

પેટના કેન્સરથી બચવાના ઉપાય

  • બને તેટલું આખા અનાજ, શાકભાજી અને ફળો ખાઓ
  • પ્રોસેસ્ડ ફૂડ, રેડ મીટ અને મીઠું ન ખાઓ.
  • ધુમ્રપાન, સિગારેટ અને આલ્કોહોલથી દૂર રહો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GastricCancer StomachCancerSymptoms Blackstools
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ