બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cancellation of license of Rajiv Gandhi Foundation, action of Home Ministry on Congress organization due to this serious allegation

BIG NEWS / રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ રદ્દ, આ ગંભીર આરોપના કારણે કોંગ્રેસ સંગઠન પર ગૃહ મંત્રાલયની કાર્યવાહી

Priyakant

Last Updated: 11:24 AM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ મંત્રાલયે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ હેઠળ કાર્યવાહી કરી, રાજીવ ગાંધી ફાઉન્ડેશન પર ફોરેન ફંડિંગ એક્ટના કથિત ઉલ્લંઘનનો આરોપ

  • ગાંધી પરિવાર સાથે સંકળાયેલી એક NGO વિરુદ્ધ મોટી કાર્યવાહી 
  • ગૃહ મંત્રાલએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)નું લાઇસન્સ રદ કર્યું 
  • સંગઠન પર ફોરેન ફંડિંગ એક્ટના કથિત ઉલ્લંઘનનો આરોપ

કેન્દ્ર સરકારે રવિવારે ગાંધી પરિવાર સાથે સંકળાયેલી એક NGO વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલય (MHA)એ રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)નું લાઇસન્સ રદ કરી દીધું છે. ગૃહ મંત્રાલયે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. આ સંગઠન પર ફોરેન ફંડિંગ એક્ટના કથિત ઉલ્લંઘનનો આરોપ છે.

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ 2020માં MHAએ મંત્રાલયની અંદર એક તપાસ સમિતિની રચના કરી હતી. તેના અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તપાસ સમિતિમાં MHA, ED, CBI અને ઈન્કમ ટેક્સના અધિકારીઓ સામેલ હતા. સૂત્રોનું કહેવું છે કે, લાયસન્સ રદ કરવાની નોટિસ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના પદાધિકારીને મોકલવામાં આવી છે.

RGFના અધ્યક્ષ છે સોનિયા ગાંધી 

જણાવી દઈએ કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આરજીએફના અધ્યક્ષ છે. જ્યારે અન્ય ટ્રસ્ટીઓમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમ અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાનો સમાવેશ થાય છે. RGF વેબસાઈટ અનુસાર, સંસ્થાની સ્થાપના 1991માં થઈ હતી.  રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF)ની સ્થાપના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના વિઝનને પરિપૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી. 

ફાઉન્ડેશનની અધિકૃત વેબસાઇટ rgfindia.org પર ઉપલબ્ધ માહિતી અનુસાર, 1991 થી 2009 સુધી, ફાઉન્ડેશને આરોગ્ય, સાક્ષરતા, આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહિલા અને બાળ વિકાસ, વિકલાંગોને સહાય, પંચાયતી રાજ સંસ્થાઓમાં યોગદાન આપ્યું છે. , કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને પુસ્તકાલયો, અન્ય મુદ્દાઓ પર કામ કર્યું.

ભાજપે લગાવ્યો હતો આરોપ 

 જૂન 2020માં ભાજપે ફાઉન્ડેશન પર વિદેશી ફંડિંગનો આરોપ લગાવ્યો હતો. તત્કાલીન કાયદા મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે દાવો કર્યો હતો કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીને ફંડ આપ્યું હતું. એવો કાયદો છે જેના હેઠળ સરકારની પરવાનગી વગર કોઈ પણ પક્ષ વિદેશથી પૈસા લઈ શકે નહીં. કોંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું આ દાન માટે સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવી હતી ?

તેમણે દાવો કર્યો હતો કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન માટે 2005-06 માટે દાતાઓની યાદી છે. આમાં ચીનના દૂતાવાસે દાન આપ્યું- સ્પષ્ટ લખેલું છે. આ કેમ થયું ? શું જરૂર હતી ? આમાં ઘણા ઉદ્યોગપતિઓ, પીએસયુના નામ પણ છે. શું એટલું પૂરતું ન હતું કે ચીની એમ્બેસી પાસેથી પણ લાંચ લેવી પડી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ફાઉન્ડેશનને ચીન તરફથી 90 લાખનું ભંડોળ આપવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ