બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સરકાર બદલી શકે છે સિમ-બાઇન્ડિંગનો નિયમ? આ એપ્સને મળી શકે છે રાહત

ટેક / સરકાર બદલી શકે છે સિમ-બાઇન્ડિંગનો નિયમ? આ એપ્સને મળી શકે છે રાહત

Nirav Kumar

Last Updated: 10:52 PM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિમ-બાઇન્ડિંગ નિયમોને લઇ અમુક ફેરફાર થઇ શકે છે. જેમાં અમુક એપ્સને નિયમોમાં છૂટછાટ આપવાનું વિચારી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા સિમ-બાઇન્ડિંગ નિયમો અંગે એક નવો ફેરફાર આવી શકે છે. અહેવાલો સૂચવે છે કે સરકાર આ નિયમોમાં છૂટછાટ આપવાનું વિચારી શકે છે. અનેક ટેક કંપનીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સે આ નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી છે જેના કારણે સરકારને આ બાબતની ફરીથી વિચારવાની ફરજ પડી છે.

  • નિયમ શું છે સિમ-બાઇન્ડિંગ?

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ ડિસેમ્બર 2025 માં નવા નિયમો જાહેર કર્યા હતા. આ નિયમો અનુસાર મેસેજિંગ એપ્સ કાયમી ધોરણે યુઝર્સના મોબાઇલ સિમ સાથે કનેક્ટ હોવું જોઈએ. મતલબ કે એપ્લિકેશનનો ઉપયોગ માત્ર એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા સમાન સિમ નંબરવાળા ડિવાઈઝ પર જ થઈ શકે છે.

આ નિયમોમાં એમ પણ જણાવ્યું હતું કે, જો કોઈ યુઝર્સ વેબ કે ડેસ્કટોપ વર્ઝન પર આ એપ્સનો ઉપયોગ કરે છે તો તે દર 6 કલાકે ઓટોમેટીક લોગ આઉટ થઈ જશે. સુરક્ષાને મજબૂત બનાવવા અને દુરુપયોગ અટકાવવા માટે આ લવાયું હતું.

  • ટેક કંપનીઓએ ઉઠાવ્યો વાંધો
    અનેક સોશિયલ મીડિયા અને ટેક કંપનીઓએ આ નિયમો સામે વાંધો ઉઠાવ્યો છે. જેમાં કંપનીઓની દલીલ છે કે આ નિયમ માત્ર મેઈનલી મેસેજિંગ માટે બનાવેલ એપ્સ પર જ લાગુ થવો જોઈએ. તેઓની દલીલ છે કે મેસેજિંગ એ અનેક મોટા ડિજિટલ પ્લેટફોર્મ્સનું એક ફીચર્સ હોય છે. જ્યારે તેમની મુખ્ય સેવાઓ અલગ હોય છે. આથી તેમના પર સમાન નિયમ લાગુ કરવો વ્યવહારીક નહીં હોય.
  • અમુક પ્લેટફોર્મને મળી શકે છે છૂટ
    અહેવાલો અનુસાર, સરકાર હવે એવા પ્લેટફોર્મને છૂટ આપવાની શક્યતા પર વિચાર કરી રહી છે જેનું પ્રાઈમરી કામ એકબીજાને મેસેજ મોકલવાનું નથી. સૂત્રો સૂચવે છે કે આ કાયદો મુખ્યત્વે કોમ્યુનિકેશન એપ્લિકેશનોને આવરી લેવાનો હતો, આથી અમુક ફલેકસીબીલીટી શક્ય બની શકે છે. પરંતુ આ મુદ્દા પર હજુ સુધી છેલ્લી સર્વસંમતિ બની નથી.

નિયમોના અમલીકરણની અપેક્ષા રાખીને અમુક મેસેજિંગ પ્લેટફોર્મ્સે પહેલાથી જ ફેરફારો માટે તૈયારી શરૂ કરી દીધી છે. ઉદાહરણ તરીકે, WhatsApp, JioChat અને Arattai જેવી એપ્લિકેશનો તેમના યુઝર્સના એકાઉન્ટ્સને SIM સાથે લિંક કરવા માટે ટેક્નીકલ વ્યવસ્થા પર કામ કરી રહી છે.

vtv app promotion
  • આ નિયમ શા માટે રજૂ કરવામાં આવ્યો?
    ટેલિકોમ્યુનિકેશન સાયબર સુરક્ષા સુધારા નિયમો 2025 હેઠળ સિમ બાઇન્ડિંગ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ નિયમો દ્વારા સરકારે મોબાઇલ નંબરના આધારે યુઝર્સને ઓળખતા ડિજિટલ પ્લેટફોર્મને ટેલિકોમ નિયમોના દાયરામાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ નિયમો અનુસાર કંપનીઓએ ખાતરી કરવાની હતી કે યુઝર્સ માત્ તે ડીવાઇઝ પર જ સર્વિસને ઍક્સેસ કરી શકે જેમાં રજીસ્ટ્રેશન સમયે ઉપયોગમાં લેવાયેલ SIM કાર્ડ હોય. આ કંપનીઓને ટેકનિકલ ફેરફારો લાગુ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.

  • સાયબર ફ્રોડ અટકાવવાના પ્રયાસો
    સરકારનું માનવું છે કે સિમ કાર્ડ સાથે લિંક ન હોય તેવા ડીવાઇઝનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે થઈ શકે છે. વિદેશથી ટેલિકોમ ફ્રોડની ઘટનાઓને રોકવા માટે આવા નિયમો જરૂરી માનવામાં આવ્યા હતા. આથી જ મર્યાદિત સમય માટે વેબ કે ડેસ્કટોપ લોગિનને એક્ટીવ રાખવાની જોગવાઈ કરવામાં આવી હતી.

વધુ વાંચો : 8મા પગાર પંચમાં આટલો હશો પગાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

એવામાં ટેક ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક સંગઠનોએ પણ આ નિયમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. જેમાં બ્રોડબેન્ડ ઇન્ડિયા ફોરમે જણાવ્યું હતું કે આવા નિયમો ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારક્ષેત્રને ઓળંગી શકે છે અને કાનૂની પ્રશ્નો ઉભા કરી શકે છે. તેમને સાયબર સુરક્ષા માટે સિમ-કેવાયસી પ્રોસેસને મજબૂત બનાવવા અને ટેલિકોમ કંપનીઓ, બેંકો અને તપાસ એજન્સીઓ વચ્ચે સંકલન બનાવવાનું પણ સૂચન કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Messaging Apps SIM Binding SIM Rules
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ