બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / શું વિદ્યાર્થીઓ બાઇક અથવા ટુ વ્હીલર લોન માટે કરી શકે અરજી ? જાણો શું છે નિયમો
Last Updated: 03:56 PM, 24 May 2024
ભારતમાં બાઇક અને સ્કૂટર વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. મધ્યમ વર્ગની આવક ધરાવતા લોકો માટે કયા વિકલ્પો છે તે આપણે પહેલા સમજીએ તો વધુ સારું. આવી સ્થિતિમાં જો તમારા મનમાં પ્રશ્ન હોય કે શું કોઈ વિદ્યાર્થી ટુ વ્હીલર માટે પણ લોન લઈ શકે છે તો આ સમજવું જરૂરી છે.
ADVERTISEMENT
ભારતમાં વિદ્યાર્થીઓમાં બાઇક કે ટુ વ્હીલરનો ઘણો ક્રેઝ છે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે બાઇક કે સ્કૂટર ખરીદવા માટે પોતાના પૈસા નથી. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું વિદ્યાર્થી ટુ વ્હીલર લોન માટે અરજી કરી શકે છે? વિદ્યાર્થી લોન લઇ શકે છે પરંતુ તેના નિયમો છે. તેની કેટલીક શરતો અને નિયમો છે જેનું પાલન કર્યા વિના તે લાગુ થઈ શકે નહીં. બેંકો સહિત ઘણી NBFC હવે તેમના માટે ખાસ ટુ વ્હીલર લોન આપે છે.

ADVERTISEMENT
અરજી કરતા પહેલા આ નિયમો અને શરતો જાણો
ટુ વ્હીલર લોન માટે અરજી કરવા માટે તમારે કો-એપ્લિકેટ અથવા ગેરંટેડ આપવો પડશે જેનો સારો ક્રેડિટ સ્કોર જરુરી છે. અને સ્થિર રોજગાર ધરાવતો હોવો જોઇએ. એટલે કે તેનો પોતાનો ધંધો છે અથવા નોકરી કરતો હોવો જોઇએ. સારો ક્રેડિટ સ્કોર સામાન્ય રીતે 700 કે તેથી વધુ હોય છે. ICICI ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, ગેરેન્ટર/સહ-અરજદાર હોવાને કારણે ચુકવણી ન થાય તો ક્ષતિપુર્તિ થશે. આ સિવાય અરજદાર ભારતના રહેવાસી હોવા આવશ્યક છે. ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તમે અરજી કરી શકો તે પહેલાં તમારી પાસે કાયમી સરનામું હોવું આવશ્યક છે.
ADVERTISEMENT
ટુ-વ્હીલરના પ્રકારો પર કોઈ પ્રતિબંધ નથી
દસ્તાવેજની ચકાસણીમાં સામાન્ય રીતે ત્રણ દિવસ જેટલો સમય લાગે છે. સરેરાશ વિદ્યાર્થી અરજદારો માટે લોનની મુદત માત્ર ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવે છે. ટાટા કેપિટલ અનુસાર લોન હેઠળ વિદ્યાર્થી કયા પ્રકારના ટુ-વ્હીલર ખરીદી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. સુપરબાઈકથી લઈને ઈલેક્ટ્રિકલ મોપેડ સુધી, લોન કોઈપણ ખરીદી માટે ધિરાણ આપી શકે છે. વિદ્યાર્થીઓ માટે મોટાભાગની ટુ વ્હીલર લોન એક પ્રકારની અસુરક્ષિત લોન છે. તેથી, કોઈ સિક્યોરીટીની જરૂર નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્માર્ટ રીતે ચલાવો તમારા ઘરનું AC, ઓછા લાઈટ બિલમાં મળશે વધારે કૂલિંગ
કો-એપ્લિકેટ કે ગેરંટરે આપવા પડશે દસ્તાવેજ
ADVERTISEMENT
KYC દસ્તાવેજો તરીકે તમારી પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે હોવું જોઈએ. એડ્રેસ પ્રૂફ તરીકે તમારી પાસે બેંક પાસબુક, પાસપોર્ટ, યુટિલિટી બિલ વગેરે હોવું જોઈએ. જો સહ-અરજદાર સ્વ-રોજગાર હોય, તો છેલ્લા બે વર્ષના આવકવેરા રિટર્ન, છેલ્લા એક વર્ષના બેંક સ્ટેટમેન્ટ, વ્યવસાયનો પુરાવાની જરૂર પડશે. સહ-અરજદાર પગારદાર હોય એટલે કે કામ કરતો હોય તો તેણે છેલ્લા છ મહિનાની પે-સ્લિપ અને છેલ્લા છ મહિનાના બેંક સ્ટેટમેન્ટ આપવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.