બ્રેકિંગ ન્યુઝ
VTV / cabinet clears electoral reforms option to link aadhaar to voter id know about it
Arohi
Last Updated: 07:04 PM, 15 December 2021
ADVERTISEMENT
ચૂંટણી આયોગના સુચનોના આધાર પર સરકારે ચૂંટણી પ્રક્રિયામાં સુધારા કરવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તે હેઠળ સ્વૈચ્છિક રીતે વોટર આઈડીને 'આધાર' સાથે લિંક કરવાની પરવાનગી આપવામાં છે. જોકે સુપ્રીમ કોર્ટે રાઈટ ટૂ જજમેન્ટ (Right to privacy judgment) અને ટેસ્ટ ઓફ પ્રપોશનેલિટીને (test of proportionality) ધ્યાનમાં રાખીને આમ સ્વૈચ્છિક રીતે કરવાની મંજૂરી આપી છે.
ADVERTISEMENT
ચૂંટણી આયોગ અનુસાર, તેમની તરફથી સંચાલિત પાયલેટ પ્રોજેક્ટ ખૂબ જ સકારાત્મક અને સફળ રહ્યા છે અને આ ચૂંટણી પ્રક્રિયામાં પુનરાવર્તનને રોકવાનું કામ કરશે. એક અન્ય પ્રસ્તાવ અનુસાર, 18 વર્ષ પુરા કરનાર પહેલી વખતના વોટર, વર્ષમાં એક વખત 1 જાન્યુઆરીની જગ્યા પર હવે ચાર કટઓફ ડેટ્સની સાથે, વર્ષમાં ચાર વખત રજીસ્ટર કરી શકશે.
સરકાર શિયાળુ સત્રમાં સંસદમાં કરશે રજૂ
આ સુધારાઓમાં ચૂંટણી પંચને ચૂંટણીનું મેનેજમેન્ટ કરવા માટે કોઈ પરિસરને હસ્તગત કરવા માટે દરેક અધિકાર આપવામાં આવ્યા છે. હકીકતે, ચૂંટણી વખતે સ્કૂલ વગેરેને હસ્તગત કરવાને લઈને અમુક બેમત હતા. સરકાર આ મહત્વપૂર્ણ ચૂંટણી સુધારાને સંસદના હાલના શિયાળુ સત્રમાં રજૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.