બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cabinet approves mega Rs 76,000-cr PLI scheme for semiconductor manufacturing

ઓટો ઉદ્યોગને રાહત / મોદી સરકાર દ્વારા મંજૂર 76 હજાર કરોડની સેમિ કંડક્ટર પ્રોડક્શનની યોજના શું છે? જાણી લેજો, કોને મળશે લાભ

Hiralal

Last Updated: 05:16 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે સેમિ કંડક્ટર પ્રોડક્શન માટે 76 હજાર કરોડ રુપિયાની સ્કીમને મંજૂરી આપી છે.

  • સેમિ કંડક્ટર પ્રોડક્શન માટે 76 હજાર કરોડ રુપિયાની સ્કીમને મંજૂરી
  • ઈન્ડીયા સેમીકંડક્ટર મિશન હેઠળ 2.3 લાખ કરોડની પ્રોત્સાહન રકમ
  • ઈલેક્ટ્રોનિક્સ આઈટમ માટે જરુરી છે સેમીકંડક્ટર

મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અશ્નિવી વૈષ્ણવે જણાવ્યું કે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચર્સની આખી ઈકોસિસ્ટમને સ્થાપિત કરવા માટે મહત્વકાંક્ષી યોજનાને મંજૂરી આપવામાં આવી છે તેમાં સરકાર 6 વર્ષમાં 76 હજાર કરોડનો ખર્ચ કરશે. આ નિર્ણયથી સ્ટાર્ટ અપને પણ ફંડ મળશે. કેન્દ્રીય મંત્રી અશ્નિવી વૈષ્ણવે જણાવ્યું કે ઈન્ડીયા સેમીકંડક્ટર મિશન હેઠળ 2.3 લાખ કરોડની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. 

ઈલેક્ટ્રોનિક્સ આઈટમ માટે જરુરી છે સેમીકંડક્ટર
તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં સેમીકંડક્ટરનો ઉપયોગ થતો હોય છે. સ્માર્ટફોન, લેપટોપ, કાર સહિત બીજા પ્રકારના ઉત્પાદનમાં મોટી મદદ મળશે. સરકારની આ યોજનાને કારણે સેમીકંડક્ટર બનાવનાર કંપનીઓને મોટો ફાયદો થશે.

કોને લાભ મળશે
તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં સેમીકંડક્ટરનો ઉપયોગ થતો હોવાથી ઓટો ઈન્ડસ્ટ્રી, ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીને લાભ મળી શકે. 

3 રીતે અપાશે ઈન્સેન્ટીવ
કેન્દ્રીય મંત્રી અશ્નિવી વૈષ્ણવે કહ્યું કે 76 હજાર કરોડની PLI યોજનામાં 3 રીતે ઈન્સેન્ટીવ આપી શકાય છે તેમાં 25 ટકા ઈન્સેન્ટીવ કેપિટલ કંપાઉન્ડ સેમિકંડક્ટર વેફર ફેબ્રિકેશન, અસેમ્બલિંગ, ટેસ્ટિંગ,પેકેજિંગ અને ઉત્પાદન માટેના યુનિટના નાણા ખર્ચ પર આપી શકાય. 

સંકળાયેલા મુદ્દાઓ

IT Minister Ashwini Vaishnaw PLI scheme Union Cabinet આઈટી મિનિસ્ટર અશ્વીની વૈષ્ણવ પીઆઈએલ સ્કીમ યુનિયન કેબિનેટ PLI scheme for semiconductor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ