બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / VTV વિશેષ / Buy now, pay later What is the damage of credit card culture Learn the details

મહામંથન / અત્યારે ખરીદી લો, પછી ચૂકવો! ખતરનાક છે ક્રેડિટકાર્ડ અને 'બાય નાઉ પે લેટર' સ્કિમ, RBIને કેમ થઈ ચિંતા?

Dinesh

Last Updated: 09:17 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: બાય નાઉ પે લેટરની સ્કિમનો બેફામ પ્રચાર થઈ રહ્યો છે. કંપનીઓ પ્રોડક્ટર ઘરે લઇ જાઓ અને પૈસા બાદમાં ચૂકવોની સ્કિમ આપી રહી છે. બાય નાઉ પે લેટર સ્કિમ પાછળ ક્રેડિટકાર્ડ કરતા પણ મોટું વ્યાજચક્ર છે

  • કેવી રીતે ઉધારીનું કલ્ચર વિકાસને અસર કરી રહ્યું છે?
  • આર્થિક વિકાસના આંકડાઓમાં સામાન્ય માણસને લાભ થશે !
  • દેશની સેન્ટ્રલ બેંક RBI ક્રેડિટ કલ્ચર પર ચિંતા કરે છે


મહામંથન: આજે મોટાભાગના ઓનલાઈન પ્લેટફોર્મ પોતાના ગ્રાહકોને અત્યારે ખરીદો અને પછી ચૂકવો, એવી જોરદાર ઓફર આપી રહ્યાં છે. આ ક્રેઝ ઓનલાઈન ખરીદી કરનારા ભારતીય નાગરિકોમાં જબરદસ્ત વધી રહ્યો છે. એ સાથે જ કંપનીના આઉટલેટમાં પણ ઉધારીવાળી આ સુવિધા સહજ રીતે ઉપલબ્ધ છે. મોબાઈલ, કમ્પ્યુટર કે ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદવામાં પછી ચૂકવવા વાળો ઓપ્શન ખૂબ સરળતાથી મળી જાય છે. આ સુવિધાનો ઉપયોગ કરનારા ભારતીયોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ સુવિધા વસ્તુઓને સહજ રીતે ઘરે તો લઈ આવે છે, પણ ક્યારેક એ આફત પણ બની જાય છે. આની જાળમાં મહત્તમ યુવાનો ફસાય છે. કારણ કે આ એક પ્રકારની લોન છે. 

દેવાના ડુંગરમાં ફસાવાનો ખતરો
જો સાવધાની ન રાખી તો દેવાના ડુંગરમાં ફસાવાનો ખતરો મોટો છે. અત્યારે ખરીદી લો અને પછી ચૂકવજો વાળી સુવિધા, ગુજરાતના એવા નગરોમાં ધૂમ મચાવી રહી છે જ્યાં ક્રેડિટ કાર્ડ હજુ સહજ બન્યા નથી. અથવા તો બેંકો એવા નગરોમાં ક્રેડિટ કાર્ડની સુવિધા ઓછી આપે છે ત્યાં, પછી ચૂકવવાવાળા ઓપ્શન ખૂબ ચાલી રહ્યાં છે. વસ્તુ અત્યારે તો ઘરમાં આવી ગઈ પણ જ્યારે પેમેન્ટ કરવાની તારીખ નજીક આવી અને હાથમાં પૈસા નથી, અને ચૂકવણાની તારીખ ચૂકી ગયા તો કંપનીઓ મોટા ચાર્જીસ લગાવે છે. આ પ્રક્રિયા પરિવારોને પણ બરબાદ કરે છે અને ન ઈચ્છતા હોવા છતાં પણ દેવું કરાવે છે. 30 ટકા પેનલ્ટી અને માસિક વ્યાજનું ચક્કર ખરીદનાર વ્યક્તિને દોડતું કરે છે. દેશમાં માગ વધી રહી છે એવું કહીએ ત્યારે આ બાકી અને ઉધારી પર લેનારો વર્ગ પણ આ માગમાં પોતાનો મોટો હિસ્સો ઉમેરી રહ્યો છે

‘BUY NOW PAY LATER’ના વિષચક્રને સમજો
બાય નાઉ પે લેટરની સ્કિમનો બેફામ પ્રચાર થઈ રહ્યો છે. કંપનીઓ પ્રોડક્ટર ઘરે લઇ જાઓ અને પૈસા બાદમાં ચૂકવોની સ્કિમ આપી રહી છે. બાય નાઉ પે લેટર સ્કિમ પાછળ ક્રેડિટકાર્ડ કરતા પણ મોટું વ્યાજચક્ર છે. પ્રોડક્ટના સમયસર પૈસા ન ભરનારને 30 ટકા કરતા વધારે વ્યાજ ચૂકવવું પડે છે. બાય નાઉ પે લેટર સ્કિમનું 2023માં 30.28 અરબ ડોલરનું માર્કેટ છે. ભારતમાં 2026સુધી બાય નાઉ પે લેટર સ્કિમનું માર્કેટ 45થી 50 અરબ ડોલર પહોંચવાની આગાહી તેમજ દૂનિયાના સૌથી યુવા માર્કેટ તરીકે ભારતમાં નફાખોરી માટે કંપનીઓની હોડ છે.  બાય નાઉ પે લેટર સ્કિમ યુવાનોને દેવાદાર બનાવી રહી છે. ખરીદ શક્તિ કરતા અનેકગણી વધારે યુવાનો ખરીદી કરી રહ્યા છે. બાય નાઉ પે લેટર સ્કિમ બિનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે લાલચ આપે છે. બિનજરૂરી વસ્તુઓની ખરીદી માટે કંપનીઓ બાય નાઉ પે લેટર સ્કિમ આપે છે.  ખરીદશક્તિ કરતા અનેકગણી ખરીદી માર્કેટને હંમેશા નફામાં રાખે છે પણ ગ્રાહકને નુકસાન થાય છે.  બાય નાઉ પે લેટર સ્કિમના કારણે યુવાનો બચત કરવાનું ભૂલી રહ્યા છે.  મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે બાય નાઉ પે લેટર સ્કિમ અપાય છે. યુવાનો બિનજરૂરી ગેજેટ્સ ખરીદી અજાણતા દેવાદાર બની રહ્યા છે. ગ્રાહક પૈસા સમયસર ન ચૂકવે તો ભારે ભરખમ વ્યાજનું જ અબજો રૂપિયાનું માર્કેટ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ