ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / businessman raj kundra pornography case bombay high court denied bail and granted 14 days custody to police

પોર્નોગ્રાફી કેસ / રાજ કુન્દ્રાને કોર્ટ તરફથી ઝટકો,નહીં મળે રાહત, હજુ આટલા દિવસ પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે

Published By: Mayur

Last Updated: 02:11 PM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાએ હાઇ કોર્ટમાં પોતાની ધરપકડને પડકારી હતી. આ અરજીના પગલે કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી.

ADVERTISEMENT

બિઝનેસમેન રાજકુંદ્રાની પૉર્ન ફિલ્મો બનાવીને વેચવાના આરોપ હેઠળ ધરપકડ થઈ હતી. આ મામલે રાજ કુંદ્રા દ્વારા ધરપકડને કોર્ટમાં પડકારતી અરજી કરવામાં આવી હતી જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી

રિમાન્ડ પર રાજ કુંદ્રા 

આજે રાજ કુંદ્રાને રિમાન્ડ માટે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

હાઈકોર્ટમાં અરજી પર સુનવણી

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈએ રાજની ધરપકડ કરી હતી. રાજે કુદ્રાએ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી પોતાની ધરપકડને પડકારી હતી. તેમણે પોતાની ધરપકડને અયોગ્ય ગણાવી છે. આજે તેમની આ અરજી પર સુનવણી થશે.

14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે
આજે કોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં પોલીસે 7 દિવસની કસ્ટડી માંગી હતી તો સામે રાજ દ્વારા તેની ધરપકડને પડકારવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ અરજીને નકારતાં 14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો. જો કે રાજ ઉપરની કોર્ટમાં પોતાનાં જામીનની અરજી કરે તેવી સંભાવના છે. પરંતુ હાલ પૂરતી કસ્ટડીને વધારી દેવામાં આવતા તેની મુશ્કેલીમાં વધારો થયો હતો. 

19 જુલાઈએ થઈ હતી ધરપકડ 

વિવાદોમાં ચમકેલા રાજ કુંદ્રાને 19 જુલાઇએ પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ નાં સેકશન 67 હેઠળ પૉર્ન ફિલ્મો બનાવી તેને સર્ક્યુલેટ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ રાજ કુંદ્રાના વકીલ દ્વારા એવી દલીલ પણ કરવામાં આવી હતી કે તેઓ ફિલ્મમાં સંભોગના દ્રશ્યો દર્શાવતા ન હોવાથી તે આઇટી એક્ટ હેઠળ ગુનો નથી બનતો. આને માત્ર અશ્લીલ કન્ટેન્ટ ગણી શકાય પરંતુ પોર્ન ન ગણી શકાય. આ કેસમાં ઘણી અભિનેત્રીઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. રોજ આવતા નવા નવા વળાંકોને પગલે આગામી સમયમાં શું બને છે એ જોવું રહ્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

Shilpa Shetty pornography case raj kundra પોર્નોગ્રાફી કેસ રાજ કુંદ્રા pornography case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ