બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:39 AM, 29 July 2025
રોકાણકારો માટે ખુશખબરી છે, કારણ કે એકસાથે ત્રણ નવા IPO માર્કેટમાં આવી ગયા છે. આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ, લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડ, અને કેટેક્સ ફેબ્રિક્સ લિમિટેડ. આમાંથી આદિત્ય અને લક્ષ્મી મુખ્ય બોર્ડ પર લિસ્ટ થનારા IPO છે, જ્યારે કેટેક્સ SME સેગમેન્ટથી આવે છે. ત્રણેય IPO હાલ ગ્રે માર્કેટમાં પણ ચર્ચામાં છે, જેમાં આદિત્ય ઇન્ફોટેક સૌથી વધુ GMP સાથે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ IPOમાં રોકાણ માટે અંતિમ તારીખ 31 જુલાઈ છે. તેનું ઈશ્યૂ કદ ₹1300 કરોડ છે. આ શેર માટેનો ભાવ બૅન્ડ ₹640 થી ₹675 છે. એક લોટમાં 22 શેર છે એટલે કે ઓછામાં ઓછું ₹14,850નું રોકાણ જરૂરી છે. રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ સુધી બિડ કરી શકે છે. આ IPO 5 ઓગસ્ટે લિસ્ટ થવાની સંભાવના છે. ગ્રે માર્કેટમાં આ IPO માટે ભારે ચર્ચા છે. મંગળવારે સવારે 10 વાગ્યે આદિત્ય ઇન્ફોટેકનું GMP ₹255 હતું. એટલે કે શેર ₹930 જેટલાંના ભાવ સાથે લિસ્ટ થઈ શકે છે, જે 37.78% પ્રીમિયમ દર્શાવે છે. લિસ્ટિંગ પર સારો નફો થવાની શક્યતા છે.

ADVERTISEMENT
આ IPO પણ 31 જુલાઈ સુધી ખુલ્લું રહેશે. ઈશ્યૂ કદ ₹254.26 કરોડ, પ્રાઇસ બૅન્ડ ₹150-₹158 છે. એક લોટમાં 94 શેર છે અને ઓછામાં ઓછું ₹14,852નું રોકાણ જરૂરી છે. એક રિટેલ રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકે છે. આ IPO પણ 5 ઓગસ્ટે લિસ્ટ થશે. ગ્રે માર્કેટમાં આ IPOનું GMP ₹9 છે, એટલે કે ₹167ના ભાવ પર લિસ્ટ થવાની શક્યતા છે. જે આશરે 5.7% પ્રીમિયમ દર્શાવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોમાં GMPમાં થોડો ઘટાડો થયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ SME સેગમેન્ટ માટેનું IPO છે અને તેનું ઈશ્યૂ કદ ₹69.81 કરોડ છે. પ્રાઇસ બૅન્ડ ₹171 થી ₹180 છે અને એક લોટમાં 800 શેર છે. એટલે કે ઓછામાં ઓછું ₹1.44 લાખનું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકાર ઓછામાં ઓછા અને વધુમાં વધુ 2 લોટ ખરીદી શકે છે, એટલે કે ₹2.88 લાખ જેટલું રોકાણ જરૂરી છે. આ IPO પણ 31 જુલાઈ સુધી ખુલ્લું છે. કેટેક્સ ફેબ્રિક્સનું GMP ₹32 છે. એટલે કે તેનો લિસ્ટિંગ ભાવ ₹212 થઈ શકે છે, જે 17.78% પ્રીમિયમ દર્શાવે છે.
ADVERTISEMENT
આદિત્ય ઇન્ફોટેક IPO અંગે બજારમાં વધારે ચર્ચા છે. નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીની બ્રાન્ડ ભાગીદારી મજબૂત છે, વૃદ્ધિ દર સારો છે અને વિતરણ નેટવર્ક વિસ્તૃત છે. પરંતુ તેના મૂલ્યાંકન અને રિટર્ન રેશિયોઝ (RoE 22%, RoCE 20%) સામાન્ય છે, તેથી સાવધાનીથી સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.