બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગોલ્ડના નવા રેટ ચેક કરી લેજો, ફરીથી સોનું સસ્તું થયું, ફટાફટ જ્વેલર્સની દુકાને પહોંચી જાઓ
Last Updated: 11:08 AM, 29 July 2025
Gold Silver Price : આજે ફરી એકવાર સોના-ચાંદીનાં ભાવને લઇ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે શેરબજારમાં ઘટાડા વચ્ચે સોના-ચાંદીનાં ભાવને લઇ પણ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે સતત પાંચમા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. વિગતો મુજબ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 110 રૂપિયાનો ઘટાડો થયો છે. રાજધાની દિલ્હીમાં સોનું 99,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. 22 કેરેટ સોનું 100 રૂપિયા સસ્તું થઈને 91,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ સાથે ચાંદીના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી.
ADVERTISEMENT

અહેવાલો અનુસાર આજે સોનાના ભાવ ફરી ઘટી રહ્યા છે. માત્ર દિલ્હીમાં જ નહીં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં, 24 કેરેટ 10 ગ્રામ સોનું 110 રૂપિયાના ઘટાડા સાથે 99,970 રૂપિયા પર છે અને ચેન્નાઈમાં સોનું 99,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.
ADVERTISEMENT
સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ ?
છેલ્લા કેટલાય દિવસોથી સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સોમવારે 99.9% શુદ્ધ સોનું 500 રૂપિયા સસ્તું થઈને 98,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું જ્યારે શનિવારે તે 600 રૂપિયા ઘટીને 98,520 રૂપિયા પર બંધ થયું હતું. દિલ્હીમાં 99.5% શુદ્ધ સોનું પણ સતત ચોથા દિવસે સસ્તું થયું અને 500 રૂપિયાના ઘટાડા સાથે 97,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ સાથે ચાંદીનો ભાવ પણ સોમવારે 1,000 રૂપિયા ઘટીને 1,13,000 રૂપિયા પ્રતિ કિલો થયો, જે શનિવારે 1,14,000 રૂપિયા હતો. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 3,337.95 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 38.17 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યો હતો.
ADVERTISEMENT

હવે જાણીએ વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ શું છે ?
ADVERTISEMENT
ઓલ ઈન્ડિયા સરાફા સંઘના ડેટા અનુસાર સોનાના હાજર ભાવ સતત ઘટી રહ્યા છે. બીજી તરફ અમેરિકા સાથે વેપાર કરાર ન થઈ શકે તેવા વૈશ્વિક તણાવનો ફાયદો ફ્યુચર્સ અને ઓપ્શન્સ સોના પર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક તણાવ ફ્યુચર્સ બજારમાં સોનાને ટેકો આપી રહ્યો છે. મહત્વનું છે કે, MCX પર 5 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થતા સોનાના કરારના ભાવમાં 204 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. આ દિવસે સમાપ્ત થતા સોનાનો ભાવ આજે 0.21 ટકાના વધારા સાથે 97749 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે 5 સપ્ટેમ્બર 2025 ના રોજ સમાપ્ત થતા ચાંદીના ભાવમાં 207 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. આજે ચાંદીનો ભાવ 1 કિલો દીઠ 113260 રૂપિયા છે.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.