ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રોકાણકારોને બખ્ખા! 30 રૂપિયાનો શેર 3000ને પાર, 10000 ટકાનું બમ્પર રિટર્ન

બીઝનેસ / રોકાણકારોને બખ્ખા! 30 રૂપિયાનો શેર 3000ને પાર, 10000 ટકાનું બમ્પર રિટર્ન

Published By: Maulik Patel

Last Updated: 04:43 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SRF એ હવે ઇન્દોરમાં BOPP ફિલ્મ પ્રોડક્શન ફેસેલીટી સેન્ટર અને ગુજરાતમાં એગ્રીકલ્ચર ફર્ટીલાઈઝર પ્લાન્ટ સ્થાપવા માટે લગભગ આટલા કરોડના રોકાણની જાહેરાત કરી છે. ચલો જાણીએ કુલ કેટલું રોકાણ આ કંપની દ્વારા કરવામાં આવશે.

ADVERTISEMENT

Multibagger stock : એવું કહેવાય છે કે જો તમારી પાસે ધીરજ અને નસીબ હોય, તો તમે શેરબજારમાં ધનવાન બની શકો છો. અમે બજારમાં લિસ્ટેડ આવી જ એક કંપની વિશે વાત કરી રહ્યા છીએ, જેણે એક દાયકામાં તેના રોકાણકારોને 10,000 ટકાનું જબરદસ્ત વળતર આપ્યું છે.

SHERMARKET

આ કંપની SRF લિમિટેડ છે. કેમિકલ કંપની SRF લિમિટેડના શેરનો ભાવ 2014માં 30 રૂપિયા હતો, પરંતુ આજે તે 3000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે તેનો શેર 3 ટકા ઘટ્યો હતો. હાલમાં તે 3,039.85 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. હવે તેણે મોટા રોકાણની જાહેરાત કરી છે.

SHERMARKET-1

કંપનીએ જબરદસ્ત રીટર્ન આપ્યું

ગુરુગ્રામ સ્થિત આ કંપની, જે ફ્લોરોકેમિકલ્સથી લઈને સ્પેશિયાલિટી કેમિકલ્સ, લેમિનેટેડ ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઇલના ક્ષેત્રમાં કાર્યરત છે, તેને નાણાકીય વર્ષ 2025-26 ના જૂન ક્વાર્ટરમાં 432.32 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટર દરમિયાન આ પ્રોફિટ 252.22 કરોડ રૂપિયા હતો. આ સાથે, કંપનીની ઓપરેટિંગ ઇન્કમ પણ જૂન ક્વાર્ટરમાં 10 ટકા વધીને 3,818.62 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

vtv app promotion

મોટા રોકાણની જાહેરાત

SRF એ હવે ઇન્દોરમાં BOPP ફિલ્મ પ્રોડક્શન ફેસિલિટી સેન્ટર અને ગુજરાતમાં કૃષિ ખાતર પ્લાન્ટ સ્થાપવા માટે લગભગ રૂ. 750 કરોડના રોકાણની જાહેરાત કરી છે. કંપનીના ડિરેક્ટર બોર્ડે 23 જુલાઈના રોજ યોજાયેલી તેની બેઠકમાં રૂ. 250 કરોડના કૃષિ રસાયણ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાને મંજૂરી આપી હતી. કંપની દ્વારા શેરબજારને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ અઢાર મહિનામાં પૂર્ણ થશે અને દાહોદમાં સ્થિત આ કૃષિ રસાયણ પ્લાન્ટ દર વર્ષે 12,000 ટન ઉત્પાદન કરી શકશે.

વધુમાં વાંચો: રીબડા ફાયરિંગ કેસમાં નવો વળાંક, જવાબદારી સ્વીકારનાર હાર્દિકસિંહને લઇ ચોંકાવનારો ખુલાસો

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

business SRFchemical investment Multibagger Stock

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ