બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવે સોના-ચાંદી પર પણ મળશે લોન! RBIમાંથી આવી મોટી અપડેટ, જાણો ડિટેઈલ

બિઝનેસ / હવે સોના-ચાંદી પર પણ મળશે લોન! RBIમાંથી આવી મોટી અપડેટ, જાણો ડિટેઈલ

Nidhi Panchal

Last Updated: 02:14 PM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે હવે તમારા ઘરમાં રાખેલી ચાંદી પણ તમારી તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકે છે? RBIના નવા નિયમ બાદ હવે સોનાની સાથે ચાંદી પર પણ લોન મેળવવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. જાણો કઈ રીતે મળશે આ નવી સુવિધા...

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં એક નવો પરિપત્ર જાહેર કર્યો છે, જે સામાન્ય જનતા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ પરિપત્ર હેઠળ હવે લોકો સોનાની સાથે ચાંદી પર પણ લોન (Silver Loan) મેળવી શકશે. આ નવો નિયમ 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી સામાન્ય પરિવારોને અને ખાસ કરીને મધ્યમ વર્ગને આર્થિક સહાય મળશે, કારણ કે ઘણા લોકો ઘરમાં ચાંદીના દાગીના અથવા સિક્કા રાખતા હોય છે, જે હવે નાણાકીય જરૂરિયાત વખતે ઉપયોગી બની શકે છે.

loan-final

જીવનમાં એવી પરિસ્થિતિ આવતી હોય છે, જ્યારે લોકોને તાત્કાલિક રૂપિયાની જરૂર પડે છે. આવા સમયમાં લોકો વ્યક્તિગત લોન કે ગોલ્ડ લોન લેવાનું પસંદ કરે છે. હવે RBIના નવા નિર્ણય બાદ લોકો પાસે સિલ્વર લોનનો વિકલ્પ પણ રહેશે.

કઈ સંસ્થાઓ આપશે સિલ્વર લોન?

RBIના જણાવ્યા મુજબ, આ લોન દેશની વિવિધ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં તમામ કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને રીજનલ રૂરલ બેંકો (RRB)નો સમાવેશ થાય છે. વધુમાં, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સહકારી બેંકો પણ સિલ્વર લોન ઓફર કરશે. સાથે સાથે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પણ પોતાના ગ્રાહકોને આ સુવિધા આપશે. આથી, ગામડાથી લઈને શહેર સુધીના લોકો માટે લોન મેળવવું વધુ સરળ બનશે.

App Loan

કેટલી ચાંદી ગીરવે મૂકી શકાશે?

RBIએ આ અંગે સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે. ગ્રાહકો 10 કિલોગ્રામથી વધુ ચાંદીના દાગીના અને 500 ગ્રામ ચાંદીના સિક્કા ગીરવે મૂકી શકશે નહીં. આ મર્યાદા દરેક ગ્રાહક માટે એકસરખી રહેશે. લોનની રકમ લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો પર આધારિત રહેશે, એટલે કે તમે જે ચાંદી ગીરવે મુકો છો તેના મૂલ્યના પ્રમાણમાં લોન મળશે.

vtv app promotion

સાથે જ, સોનાના કોલેટરલ માટે પણ નિયમો છે. ગ્રાહક 1 કિલોગ્રામથી વધુ સોનાના દાગીના અને 50 ગ્રામ સોનાના સિક્કા ગીરવે મૂકી શકશે નહીં. આ રીતે RBIએ બંને કિંમતી ધાતુઓ માટે સ્પષ્ટ મર્યાદા નક્કી કરી છે.

આ પણ વાંચો : તમે વિચારો છો એ નહીં, આ છે સોના-ચાંદીની કિંમતમાં ઉછાળાનું અસલી કારણ

સામાન્ય લોકો માટે મોટો લાભ

આ નિર્ણયથી ખાસ કરીને એવા લોકો લાભાન્વિત થશે, જેમની પાસે સોનાની તુલનામાં ચાંદી વધુ હોય છે. પહેલાં માત્ર સોનાને જ લોન માટે માન્ય ગણવામાં આવતું, પરંતુ હવે ચાંદી પણ નાણાકીય સહાયનો સશક્ત સ્ત્રોત બની શકે છે. આ RBIનો નિર્ણય બજારમાં લિક્વિડિટી વધારવામાં મદદરૂપ બનશે અને લોકોને તાત્કાલિક નાણાકીય સહાય મેળવવાની નવી તક આપશે. આવનારા સમયમાં આ યોજના નાના વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય પરિવારો માટે આશીર્વાદ સાબિત થઈ શકે છે

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Loan RBI Silver Loan
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ